૨૦૧૭ ભારત-ચીનના સંબંધો માટે સૌથી ખરાબ વર્ષ
ભારત અને ચીનના સંબંધો માટે ૨૦૧૭ ખુબ જ ખરાબ વર્ષ સાબિત થયું હતું પરંતુ આવનારા દિવસોમાં બન્ને દેશો વચ્ચેના કરારો વધશે તેમ ચીની મીડિયાએ જણાવ્યું હતું. જયારે તાજેતરમાં જ ડોકલામ વિવાદ સર્જાયો હતો. બાદમાં દિલ્હી અને બેઈઝિંગના સંબંધો પણ ખાટા થયા હતા પરંતુ ભવિષ્યમાં તેનું સમાધાન થઈ જશે માટે સંચાલન અને નિયંત્રણની ખુબ જ આવશ્યકતા છે. કારણકે ડોકલામ વિવાદ છેલ્લા ૫૫ વર્ષમાં થયેલી ઘટનાઓમાં સૌથી મોટી વિપતી છે.
જોકે તે વિવાદનો નિવેડો આવી ગયો હતો પરંતુ ભારત-ચીનની મિલિટ્રીના સંબંધો ખાટા જ‚રથી થયા છે. ત્યારે પ્રાદેશિક સંઘમાં વન બેલ્ટ વન રોડ બાબતે ભારતની માનસિકતા બદલવા અંગે ચીને નનૈયો દર્શાવ્યો હતો. આ બાબતે ચીને જણાવ્યું હતું કે, ભારતની માનસિકતાને કારણે તેમના માટે કોર્પોરેશનના દરવાજા બંધ થઈ જશે. જોકે ચીન ભારતમાં જબ‚ માર્કેટ ઉભું કર્યું છે પરંતુ તેમનું માનવું છે કે ત્યારે ગ્લોબલ એફર્સ, સંકલન બન્ને દેશોના સંબંધો વધશે. માટે શાંતિપૂર્વક સમય પસાર કરવો જોઈએ. જોકે કહેવાય છે કે ૨૦૧૮ ભલે ભારત માટે અઘ‚ રહ્યું પરંતુ આવનારા દિવસોમાં ચીન ભારતના સંબંધો ફરીથી સારા થશે.