ભારતે દેણું કરીને ઘી પીધું!!
મોદી સરકારના અર્થતંત્રને મજબૂતાઈ આપવા તમામ પ્રયાસો સફળતા તરફ: ભારતના દેવાનો બોજમાં મોટો ઘટાડો થવાનો રેટિંગ એજન્સી મૂડીઝ ઇન્વેસ્ટર્સ સર્વિસનો અંદાજ
રાજકોશિય ખાધ મજબૂત બનતા ભારતનું દેણું ઘટી જશે. મોદી સરકારના અર્થતંત્રને મજબૂતાઈ આપવા તમામ પ્રયાસો સફળ બની રહ્યા છે. તેવો રેટિંગ એજન્સી મૂડીઝ ઇન્વેસ્ટર્સ સર્વિસે અંદાજ જાહેર કર્યો છે.
મોદી સરકાર અત્યારે અર્થતંત્રને મજબૂતાઈ આપવા તમામ પ્રયાસો કરી રહી છે. જે પ્રયાસો સફળ નિવડતા અત્યારે ભારતનું અર્થતંત્ર વિશ્વનું સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર બન્યું છે. બીજી તરફ મોદી સરકારે રાજકોષીય ખાધને અંકુશમાં રાખી અર્થતંત્રને સતત દોડતું રાખ્યું છે. બીજી તરફ સરકાર દેણું કરીને ઘી પીવાની નિતી અપનાવી રહી છે. આ નીતિ પણ સફળ રહી છે.
રેટિંગ એજન્સી મૂડીઝ ઇન્વેસ્ટર્સ સર્વિસનો અંદાજ છે કે ભારતના દેવાના બોજમાં ઘટાડો થશે. જો કે, ભારતની રાજકોષીય તાકાત માટે દેવું સસ્તું હોવું જરૂરી છે. રિપોર્ટ અનુસાર, ભારતના ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટમાં ઝડપી વૃદ્ધિ એ દેશના દેવાના બોજમાં ઘટાડાના અનુમાનમાં મુખ્ય મુદ્દો છે. વર્તમાન ભાવે જીડીપી વૃદ્ધિ દર 11 ટકા રહેવાનો અંદાજ છે. ભારતમાં સામાન્ય સરકારી દેવું પ્રમાણમાં ઊંચા સ્તરે છે. 2022-23 માટે, તે જીડીપીના 81.8 ટકાની આસપાસ છે, જ્યારે બા-રેટિંગ માટે સરેરાશ 56 ટકાની આસપાસ છે.
મૂડીઝે સ્થિર આઉટલુક સાથે ભારતને ઇફ3 બા 3 ક્રેડિટ રેટિંગ સોંપ્યું છે. બા3 એ સૌથી નીચો રોકાણ ગ્રેડ છે. રેટિંગ અપગ્રેડ કરવા અંગે મૂડીઝના પ્રતિનિધિઓ શુક્રવારે સરકારી અધિકારીઓને મળવાના છે. આ બેઠકને રેટિંગ સુધારવાની પહેલ તરીકે જોવામાં આવી રહી છે.
5G ટેકનોલોજી રોજગાર ક્ષેત્રે ક્રાંતિકારી પરિવર્તન લાવશે
દેશમાં 5જી ટેકનોલોજીનો અમલ રોજગારની દુનિયામાં ક્રાંતિ લાવશે. આ દેશના ટેક્નોલોજી ક્ષેત્રની પ્રતિભાઓ માટે અપાર સંભાવનાઓ ખોલશે. ટીમલીઝ સર્વિસિસના એક અહેવાલ મુજબ, 80 ટકાથી વધુ ભારતીય કંપનીઓ માને છે કે 5જી ટેક્નોલોજી આઇટી, બેન્કિંગ અને નાણાકીય સેવાઓના ક્ષેત્રમાં રોજગાર સર્જન અને કૌશલ્ય વિકાસ માટે વિશાળ તકો ઊભી કરશે. 46% કંપનીઓએ કહ્યું કે 5જી અમલીકરણના પ્રથમ વર્ષમાં 61-80% નોકરીઓનું સર્જન થશે. તે જ સમયે, 41 ટકા કંપનીઓનું માનવું છે કે આનાથી આગામી ત્રણ વર્ષમાં રોજગાર સર્જન પર 80 ટકાથી વધુ અસર પડશે.
પીએલાઈ યોજના મહત્વની ભૂમિકા ભજવશે
કાર્તિક નારાયણ, સીઈઓ (સ્ટાફિંગ), ટીમલીઝ સર્વિસે જણાવ્યું હતું કે, રૂ. 12,000 કરોડની પીએલાઈ સ્કીમ સાથે ટેલિકોમ સેક્ટરમાં નોંધપાત્ર રોકાણ સાથે, અમે આ ક્ષેત્રમાં રોજગાર સર્જન અંગે સકારાત્મક છીએ. પીએલઆઈનો 25% માત્ર રોજગાર નિર્માણ માટે છે. આમ કેન્દ્ર સરકારની પીએલઆઈ યોજના ભારતના અર્થતંત્રમાં મહત્વની ભૂમિકા ભજવવાની છે.