૯૯ ટકા એપ્લીકેશનો જાહેરાત તેમજ વિશ્લેષણ માટે ડેટાનો ઉપયોગ કરે છે
ભારતમાં એન્ડ્રોઈડ મોબાઈલ યુઝરોની સંખ્યા ખુબજ અધિક છે. એન્ડ્રોઈડ ફોનમાં આપણે જાત-જાતની એપ્લીકેશનનો ઉપયોગ કરીએ છીએ. આ એપ્લીકેશનો એસએમએસ, માઈક્રોફોન, કોન્ટેકટ બુક જેવા ઉપયોગો માટે કેટલાક એકસેસો લોકો પાસેથી મેળવે છે અને ભારતીય એન્ડ્રોઈડ એપ્લીકેશનો વોટ્સએપ, ફેસબુક કરતા પણ વધારે તમારા ડેટાની ઉલટ-પુલટ કરે છે.
સાયબર સિકયોરીટી અને ડેટા પ્રાઈવસી પ્લેટફોર્મના અભ્યાસ મુજબ સામે આવ્યું કે, કોર ફંકશન ધરાવતી એપ્લીકેશનો તમારા ખાનગી ડેટાને થર્ડ પાર્ટી પ્લેટફોર્મ સાથે શેયર કરે છે. અંતે આ ડેટા વિશ્વની સૌથી વિશાળ ટેક કંપનીઓ ગુગલ અને ફેસબુકના શરણે પહોંચે છે. ગુગલ પ્લે મારફતે લાખો ભારતીયો વિવિધ પ્રકારની એપ્લીકેશનોને ડાઉનલોડ કરતા હોય છે. ૫૦ ગ્લોબલ એન્ડ્રોઈડ એપ્લીકેશનો એવી છે કે જે પ્રાયવસી અને ટેકનીકલ પેરામીટર માટે લોકોની પરવાનગી માંગે છે. જેમ કે, ટ્રાવેલ, શોપીંગ, ઈ-વોલેટ, જેવી મોટાભાગની એપ્લીકેશનો ઈન્સ્ટોલ કરતી વખતે જ પરમીશન મેળવી લે છે.
તમારા મોબાઈલનો ખાનગી ડેટાને બે રીતે વિભાજીત કરવામાં આવે છે. એક એવા ડેટા હોય છે જે લોકોને દેખાતા નથી. જેમાં ઓળખની માહિતી, નાણાકીય ડેટા, સ્વાસ્થ્ય સંબંધીત, રાજનૈતિક અથવા નીજી લાભની માહિતી હોય છે તો બીલો ધ સર્ફેશ એવા ડેટા છે જે મોબાઈલ એપ્લીકેશનો દ્વારા ઉપયોગમાં લેવાય છે અને જેમાં ડિવાઈસ આઈડેન્ટી, ઓનલાઈન અરજી, લોકેશનની માહિતી, સોશ્યલ મીડિયા માર્કેટ અને નીજી પોસ્ટના ડેટા સામેલ છે.
જયારે એપ્લીકેશનો લોકો પાસેથી એકસેસની પરવાનગી મેળવી લે છે ત્યારે યુઝરો ખાનગી ડેટાનો ઉપયોગ સરળતાથી કરી શકે છે. ૯૯ ટકા એપ્લીકેશનો એવી છે કે જે એકથી વધુ જાહેર ખબર એજન્સીઓને તેમજ જાહેર ખબરના અભ્યાસ માટે મોબાઈલના ડેટાનો ઉપયોગ કરે છે. ૩૦ થી ૬૦ ટકા ડેટા ગુગલ મેળવે છે તો બાકીના ફેસબુકને મળે છે. માટે મોબાઈલ ફોનમાં વધારાની એપ્લીકેશનનો સમાવેશ કરતા પહેલા અને ઈન્સ્ટોલ વખતે પરમીશન એકસેસ આપતા પહેલા વિચારજો.