29 ઓગસ્ટ, 1947ના રોજ કાયમી બંધારણની રચના માટે ડો.બાબાસાહેબ આંબેડકરના નેતૃત્વ હેઠળ એક સમિતિ રચાઈ.

આ સમિતિએ બંધારણનું માળખું તૈયાર કર્યું અને 4 નવેમ્બર, 1947ના રોજ બંધારણ સભા સમક્ષ રજૂ કરવામાં આવ્યું. બંધારણનો સ્વીકાર કરતાં પહેલાં બંધારણ સભાનું 166 દિવસનું જાહેર સત્ર મળ્યું. આ સત્ર 2 વર્ષ, 11 માસ અને 17 દિવસ ચાલ્યું. બાદમાં 26મી જાન્યુઆરી, 1950થી ભારતનું બંધારણ અમલમાં મુકાયું અને દેશ સ્વતંત્ર બન્યો.

ભારતમાં બંધારણ ઘડવાનો સૌ પ્રથમ વિચાર એમ.એન. રોયને આવ્યો હતો. બંધારણ સભાની સૌ પ્રથમ બેઠક 9 ડિસેમ્બર, 1946ના રોજ રોજ મળી હતી. તેમાં ડ્રાફ્ટિંગ કમિટીના ચેરમેન ડો.ભીમરાવ આંબેડકર અને પ્રમુખ ડો.રાજેન્દ્ર પ્રસાદ હતા. બંધારણ સભાની રચના કેબિનેટ મિશન પ્લાન 1946 હેઠળ થઈ હતી. 26 નવેમ્બર, 1949ના રોજ બંધારણ ઘડવાનું કાર્ય પુરૂં થયું હતું. કુલ 389 સભ્યો હતા.

ભારતનું બંધારણ વિશ્વનુંસૌથી લાંબું લેખિત બંધારણ

ભારતના બંધારણમાં 12 પરિશષ્ટિો, 410 કલમો છે. બંધારણનું આમુખ પંડિત જવાહરલાલ નહેરૂએ તૈયાર કર્યું છે. જોકે આમુખનો વિચાર યુ.એસ.ના બંધારણમાંથી લેવાયો છે. ભારતનું બંધારણ વિશ્વનું સૌથી લાંબામાં લાંબું લેખિત બંધારણ છે. બંધારણ ઘડવાનો ખર્ચ 6.24 કરોડ થયો હતો. 26મી જાન્યુઆરી, 1950માં રચાયેલું ભારતના બંધારણનું મૂળ પુસ્તક અંગ્રેજીમાં લખાયું.

બંધારણની વિશેષતાઓ

– વિશ્વનું સૌથી લાંબામાં લાંબુ લેખિત બંધારણ છે.

– બંધારણ પરિવર્તનશીલ છે.

– ભારતને સંપૂર્ણ પ્રભુત્વ સમૃદ્ધ, સાર્વભૌમ પ્રજાસત્તાક જાહેર કરે છે.

– આ બંધારણ સમવાય છે, છતાં એકતંત્રી છે.

– ભારતને બિનસાંપ્રદાયિક અને સાર્વભૌમ રાજ્ય તરીકે પ્રસ્થાપિત કરે છે.

– પુખ્ત મતાધિકારને સ્વીકારેલો છે.

– સ્વતંત્ર ન્યાયપાલિકાની વ્યવસ્થા છે.

– લઘુમતી કોમના હિ‌તોની રક્ષાની વ્યવસ્થા છે.

– સંઘાત્મક શાસન પ્રણાલી છે.

– બંધારણે સંસદીય અને પ્રમુખગત એમ બંને પદ્ધતિનો સ્વીકાર કરેલો છે.

– મૂળભુત અધિકારો અને મુળભૂત ફરજો દર્શાંવેલી છે.

– એક જ નાગરિક્તા દર્શાવેલી છે.

– બંધારણમાં સંશોધન માટેની વિધિ તથા દેશની કટોકટીની સ્થિતિની વ્યવસ્થા દર્શાવેલી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.