ભાજપાના આત્મનિર્ભરના મસીહા સરકારનો નિણઁય, દેશી નહી વિદેશી કોલસાથી વિજળી ઉત્પન્ન કરો
દુનિયાની એક માત્ર સૌથી મોટી કોલસાની ભારત સરકારની કંપની કોલ ઈન્ડિયા લીમીટેડ 1975 સ્થાપવામા આવી, જે 8 રાજયોમા 84 ખાણોનો વિસ્તાર ધરાવે છે તેમા 318 ખાણોમા 2,48,550 કર્મચારીઓ કામ કરે છે, ભારત સરકારની આ કંપનીમા 21 ટ્રેનિંગ ઇન્સ્ટીટ્યુટ, 19 વર્કશોપ, 79 વોકેશનલ ટ્રેનિંગ સેન્ટર અને (ઇન્ડિયન ઇન્સ્ટીટ્યુટ ઓફ કોલ મેનેજમેન્ટ) છે.
આવા સમયે અચાનક દેશમા એવી વાતો બહાર આવી કે દેશમા કોલસાની તંગી વરતાઈ રહી છે, અને વિજળી ઉત્પાદન માટે કોલસો હવે વિદેશથી મોંધા ભાવે આયાત કરવો પડશે. કોણે આવી અફવા ફેલાવી હતી ? અને અફવાથી કોને ફાયદો ?
કેન્દ્ર સરકાર પાસે દેશની જનતા જવાબ માંગે છે, તેમ કોંગ્રેસના અગ્રણી મનહરભાઈ પટષલે જણાવ્યું છે.
કેન્દ્ર સરકારના ઉર્જા મંત્રીએ 7 ડીસે 2021 ના રોજ તમામ રાજ્ય સરકારના ઉર્જા મંત્રીઓની મિટીંગ બોલાવી તેમને હુકમ કરેલ કે તમારી જરુરીયાતનો 10 % કોલસાનો જથ્થો વિદેશથી એટલે કે અદાણી કંપની પાસેથી ફરજીયાત મંગાવવાનો રહે છે. અને નહી મંગાવો તો કોલ ઇન્ડીયાનો કોલસો બંધ કરી દેવામા આવશે. સરકારોએ કહ્યુ દેશની કોલ ઇન્ડિયા લી. સરકારી કંપનીનો 3000/- રુપિયામા મળે છે જે સસ્તો કોલસો છે, તો વિદેશથી 30,000/- મા મળતો મોંઘો કોલસો શા માટે ખરીદવાનો ? આ મોદી સરકારની ખુલ્લી ધમકી નથી ? અનેક રાજ્યો સહમત ન થયા તો આંધ્ર પ્રદેશ જેવા રાજયે ટેન્ડર કેન્સલ કર્યુ.
28 મે 2022 ના રોજ બીજો આદેશ કાર્યો..કે કોલ ઇન્ડીયા લીમીટેડ કંપની વિદેશથી કોલસો આયાત કરશે અને રાજયોને કોલ ઇન્ડીયા લીમિટેડ સપ્લાય કરશે. મતલબ કોલસાનો ઓર્ડર અદાણી એન્ટરપ્રાઈસને મળ્યો અને તેનો ભાવ નક્કિ થયો 17000/- પોર્ટ અને પોર્ટ પરથી ઉપાડવાનો ખર્ચ રાજયોએ ભોગવવાનો રહેશે, એટલે રાજ્યોને આ કોલસો કેટલામા પડશે ? એ જરા સરકાર જણાવે ?
ભાગ્યવાન મિત્રોના લાભાર્થે દેશની સરકાર કામ કરી રહી છે તેનો ઉજળો દાખલો આથી મોટો કયો હોય શકે ? જનતાને મોંઘી વિજળીનો ભાર આપવાનો આ એક કારસો છે, જેનો અનુભવ દેશની રાજ્ય સરકારો અને જનતાને થઈ ગયો છે. અને એ પણ સ્પષ્ટ થઈ ગયુ કે વર્ષ પહેલા દેશમા કોલસાની કૃત્રિમ તંગીની અફવાનો ફેલાવવાનુ કારસ્તાન કોનુ હતુ. પરંતુ વાસ્તવિકતા એ છે કે કોલસાની તંગીની આ દેશમા ન હતી કે ન છે, તેના તથ્યો જાણવા કોલ ઇન્ડીયાની વેબ સાઈટમા તપાસ કરતા ખ્યાલ આવે છે કે કોલસાનુ ઉત્પાદન જુન 2022 મા 32.57 % વધ્યુ છે. એટલે દેશમા કોલસાની કૃત્રિમ તંગીની અફવા એ ષડયંત્રનો ભાગ હતો એ સાબિત કરે છે.
ઉતર પ્રદેશની યોગી સરકારે સિંહની તાકાત બતાવી અને 20 મી મે 2022 ના રોજ જણાવ્યુ કે જ્યા સુધી અમારી ભાજપાની સરકાર છે ત્યા સુધી જનતાને મોંઘી વિજળી નહી ખરીદવા દઈએ, એટલે વિદેશનો અદાણીનો મોંઘો કોલસો ઉત્તર પ્રદેશની સરકાર નહી ખરીદવાનુ નક્કી કર્યુ, અમે તેમના સાહસને બિરદાવ્યુ પરંતુ આ સાહસની હવા 12 મી જુલાઈ 2022 એ નિકળી ગઈ અને યોગી સરકાર પાણીમા બેસી ગઈ અને કહ્યુ કે અમે અદાણીનો મોંઘો વિદેશથી ખરીદશુ.
ટુંકમા કોલસાની તંગીની અફવા અને રાજ્ય સરકારોને અદાણીનો આયાતી મોંઘો કોલસો ખરીદવાના દબાણના આદેશ એમા જ કેન્દ્ર સરકારના લાભાર્થી મિત્રો પરની કૃપા છે, એટલે દેશમા સસ્તો કોલસો પુષ્કળ પ્રમાણમા ઉપલબ્ધ છે છતાં રાજ્ય સરકારોને વિદેશથી અદાણી એન્ટર.નો મોંઘો કોલસો ખરીદવાની કેન્દ્રીય ઉર્જા મંત્રીના ધમકી ભર્યા શબ્દો દેશની જનતા માટે આંખ ખોલનાર છે. અને ખુબ નજીકના સમયમા વિજળીમા પ્રતિ યુનિટ 1 થી 2 રુપિયાનો વધારો આવી રહ્યો છે.
એટલે દેશના તમામ રાજયોને ભારત સરકારની કંપની જે કોલ ઇન્ડીયા લી નો સસ્તો કોલસો નહી પરંતુ અદાણીનો મોંઘો કોલસો ખરીદવાનુ ફરજીયાત બનશે. કેન્દ્ર સરકાર જવાબ આપે શુ કોલ ઇન્ડીયાનો કોલસો કાળો અને અદાણીનો કોલસો રુપાળો છે ? તેવો વેધક સવાલ કર્યો છે.