ચેસ ઓલિમ્પિયાડના ઇતિહાસમાં ભારતએ પહેલી વાર એ કરી બતાવ્યું કે, જે 97 વર્ષમાં પહેલા ક્યારેય નથી થઈ શક્યું. ડી. ગુકેશ અને અર્જુન એરિગેસીના બળ પર ભારતે ચેસ ઓલિમ્પિયાડના ઓપન વિભાગમાં ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો છે. આ સિવાય મહિલા સેક્શનમાં પણ ભારતે ગોલ્ડ મેડલ જીત્યો છે.એટલે ચોક્સસથી કહી શકાય કે, ભારતના ચેસ ચેમ્પિયન હવે વિશ્વભરમાં કાયમી ડંકો વગાડવા માટે સજ્જ છે.ભારતીય પુરૂષ અને મહિલા ચેસ ટીમે રવિવારે ચેસ ઓલિમ્પિયાડમાં સૌપ્રથમ ચેમ્પિયનનું ટાઈટલ જીતીને ઈતિહાસ રચ્યો હતો. ભારત માટે આ ઐતિહાસિક ક્ષણ હતી કારણ કે વૈશ્વિક સ્તરે ચેસની સર્વશ્રેષ્ઠ સ્પર્ધામાં ભારતીય ટીમો ગોલ્ડ જીતવામાં સફળ રહી હતી. ઓપન કેટેગરીમાં ફાઈનલમાં ભારતની પુરૂષ ટીમે સ્લોવેનિયા સામે 3.5-0.5થી મુકાબલો જીતી લીધી હતો. મહિલા ટીમે 11માં અને અંતિમ રાઉન્ડમાં અઝરબૈજાનને સમાન તફાવતથી હરાવીને ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો હતો. ભારતના વિજય સાથે 45માં ચેસ ઓલિમ્પિયાડનું સમાપન થયું હતું. અત્યાર સુધીમાં ચીન અને સોવિયેત સંઘની પુરૂષ તથા મહિલા ટીમો એક જ ચેસ ઓલિમ્પિયાડમાં બે ગોલ્ડ જીતવામાં સફળ રહી હતી. અગાઉ ભારતની પુરૂષ ટીમે 2014 અને 2022માં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. ચેન્નાઈમાં યોજાયેલા ચેસ ઓલિમ્પિયાડમાં ભારતની મહિલા ટીમે બ્રોન્ઝ જીત્યો હતો. સ્લોવેનિયા સામેની ફાઈનલમાં વર્લ્ડ ચેમ્પિયનશિપનો ચેલેન્જર ડી ગુકેશ પ્રથમ બોર્ડ પર જીત મેળવવામાં સફળ રહ્યો હતો. જ્યારે અર્જૂન એરિગેસી અને આર પ્રજ્ઞાનનંદાએ પણ પોત પોતાના મુકાબલામાં જીત મેળવી હતી. વિદિત ગુજરાતીની મેચ ડ્રો રહી હતી પરંતુ ભારતની પુરૂષ ટીમે લીડ સાથે ગોલ્ડ જીત્યો હતો. મહિલા વર્ગમાં ડી હરિકા ટોપ બોર્ડ પર તકનિકી રીતે શ્રેષ્ઠ રહી હતી અને જીતી હતી. દિવ્યા દેશમુખે પણ અઝરબૈજાનની હરીફ સામે ચઢીયાતો દેખાવ કર્યો હતો. વૈશાલીની મેચ ડ્રો રહ્યા બાદ વંતિકા અગ્રવાલની જીત સાથે મહિલા ટીમે પણ ગોલ્ડ જીતીને ઈતિહાસ રચ્યો હતો.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.