સંસદમાં ચોમાસુ સત્રનો હોબાળા સાથે પ્રારંભ થતાં ૧ર વાગ્યા સુધી સ્થગિત પ્રધાનમંત્રીની ઉ૫સ્થિતિમાં પાંચ મુદ્દાઓ પર વિપક્ષનો ઘેરાવ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઉ૫સ્થિતિમાં સંસદના મોનસુન સત્રની શ‚આત ભારે હોબાળા સાથે થઇ હતી. લોકસભાની કાર્યવાહી શ‚ થતાની સાથે વિપક્ષે ભારે હોબાળો મચાવ્યો હતો. ભારે હોબાળાને કારણે લોકસભાની કામગીરી ૧ર વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી. તેમજ ફરીથી કામગીરી આગળ ધપાવતા રાજયસભામાં વિવિધ મુદ્દાઓ પર વિરોધપક્ષો દ્વારા કેન્દ્ર સરકારને ઘેરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો.

આજે સત્ર શ‚ થતાં પહેલા સંસદમાં ભાજપ સંસદીય દળની બેઠક મળી હતી. બેઠકમાં વિદેશમંત્રી સુષ્મા સ્વરાજે હાલમાં થયેલી પ્રધાનમંત્રી મોદીની વિદેશ યાત્રાની પ્રસંશા કરવામાં આવી હતી. સુષ્મા સ્વરાજે જણાવ્યું હતું કે પી.એમ. દ્વારા જે યાત્રા કરવામાં આવી છે. તે ઐતિહાસિક છે. નાણામંત્રી અ‚ણ જેટલીએ જીએસટી પર પોતાના વાત રાખી હતી.

ભાજપની સંસદીય દળની બેઠક પૂર્ણ થયા બાદ સંસદીય કાર્યમંત્રી અનંતકુમારે જણાવ્યું હતું કે અ‚ણ જેટલીએ બેઠકમાં જીએસટીની પ્રસંશા  અને ફાયદા ગણાવ્યા હતા. વિપક્ષ દ્વારા લિચિંક, જીએસટી, ચીન બોર્ડર, પાકિસ્તાન, ખેડુત સહીત અનેક મુદ્દાઓ કોંગ્રેસ અને ડાબેરીઓ સહીત સમગ્ર વિપક્ષ દ્વારા કરવામાં આવ્યો હતો.

સુત્રોના જણાવ્યા મુજબ આ પાંચ મુદ્દાઓ પર વિવિધ ૧૮ વિપક્ષી જુથો દ્વારા રણનીતી તૈયાર કરવામાં આવી હતી. જેમાં નોટબંધી, જીએસટી, ખેડુતોની આત્મહત્યા, રાજકીય કાવતરા સહીતના મુદ્દાઓ મુખ્યત્વે ઉઠાવવાનો પ્રયાસ કરવામા આવ્યો હતો.

સમાજવાદી પાર્ટીના નેતા મુલાયમસિંઘ દ્વારા દેશનો સૌથી મોટો દુશ્મન પાકિસ્તાન નહી ચીન છે.

સંસદમાં ચીનના મુદ્દે મુલાયમ વરસી પડયા હતા. તેમજ ચીનનો સામાન દેશમાં વેંચાય છે.

સરકારે આ બાબતમાં શું કર્યુ ? ચીન એક બાજુથી યુઘ્ધની તૈયારી કરી રહ્યું છે. અને વારંવાર ચીમકી આપી રહ્યું છે. તેના માટે સરકાર દ્વારા ખાસ પગલા ભરાય તેવી રજુઆત કરતા સમગ્ર સંસદમાં તેમને સમર્થન મળ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.