કોહલીએ પડતો મુકેલો કેચ ભારત માટે હારનું કારણ બન્યું
ઓસ્ટ્રેલિયા ખાતે ટી 20 વિશ્વ કપ રમાઈ રહ્યો છે જેમાં એક મહત્વપૂર્ણ મેચ ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાયો હતો જેમાં ભારતની આફ્રિકા સામે હાર થઈ હતી. ભારતે ટોસ જીતી પ્રથમ બેટિંગ કરતાં પેલી 9 ઓવરમાં જ પોતાની અડધી વિકેટો ગુમાવી દીધી હતી. 20 ઓવરના અંતે ટીમ માત્ર 133 રન જ બનાવી શકી હતી. સામે 134 રનના લક્ષ્યાંક નો પીછો કરવા ઉતરેલી આફ્રિકાની ટીમ માટે પણ મેચ સરળ ન હતો કારણ કે ભારતના બોલરોની ચુસ્ત બોલીંગે આફ્રિકાની ટીમ ઉપર ધકેલી હતી પરંતુ ભારતીય ટીમની નબળી ફિલ્ડીંગના કારણે ટીમે મેચ પડતો મૂક્યો હતો અને તેમાં પણ ચુસ્ત ફિલ્ડર તરીકે ખ્યાતિ મેળવનાર વિરાટ કોહલીએ જે કેચ મૂક્યો તે ભારતીય ટીમ માટે હારનું મુખ્ય કારણ પણ સાબિત થયું. ના સુકાની રોહિત શર્માએ ગ્રાઉન્ડ કન્ડિશન નહીં પરંતુ ટીમની નબળાઈ ને હારનું કારણ ગણાવ્યું હતું.
ભારતની હારના કારણ સાત જેટલા હોવાનું સામે આવ્યું છે જેમાં પ્રથમ એ છે કે રોહિત શર્માએ ટોસ જીતી જે પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો તે આચાર્ય જનક હતો બીજો મહત્વપૂર્ણ એ છે કે લૂંગી ઈન્ગીડી કે જે ભારતીય બેટમેનોને બે ફૂટ ઉપર ધકેલીયા હતા તેને રોકવામાં ભારતના બેટ્સમેનો નિષ્ફળ નિવડ્યા હતા. રીતે ત્રીજો સૌથી મહત્વપૂર્ણ મુદ્દો એ છે કે ભારતે તેની પાંચ મહત્વપૂર્ણ વિકેટ 9 ઓવરના અંતમાં જ ગુમાવી દીધી હતી. તરફથી એકમાત્ર સૂર્યકૂમાર યાદ આવે જ આક્રમક રમત દાખવી ટીમને સન્માન જનક સ્કોર સુધી પહોંચાડવાની મહેનત કરી હતી ત્યારબાદ એક પણ બેટ્સમેન તેને યોગ્ય સાથ અને સહકાર આપી શક્યા ન હતા.
બોલેરો એ પણ શરૂઆતમાં ખૂબ સારી શરૂઆત કરી હતી અને આફ્રિકાને જડબાતોડ જવાબ આપ્યો હતો પરંતુ ત્યારબાદ જે વિકેટો પડવી જોઈએ તે પાડવામાં બોલરો પણ ક્યાંકને ક્યાંક નિષ્ફળ નીકળ્યા હતા અને માર્કર અને મિલરની વિકેટો જે રીતે મળવી જોઈએ તે મળવી શકી ન હતી અને મેચ ભારતના હાથમાંથી સરકી ગયો હતો. સાથો સાથ વિરાટ કોહલી દ્વારા જે કેચ મૂકવામાં આવ્યો હતો અને રોહિત શર્મા દ્વારા જે રણઆઉટના ચાન્સ વ્યર્થ થયા હતા તેના કારણે આફ્રિકાને અનેક જીવનદાન મળ્યા હતા અને તેના દ્વારા મેચ અંતે જીતી લેવામાં આવ્યો હતો. હવે બાકી રહેતા મેચોમાં ભારતે પોતાની ફિલ્ડિંગ ની સાથે બેટિંગ ઉપર પણ વધુ ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે ભારત જો આગામી બે મેચ જીતી જાય તો તે સરળતાપૂર્વક સેમિફાઇનલમાં પ્રવેશ મેળવી શકશે કારણ કે હવે ભારતના બે મેચ બાંગ્લાદેશ અને સિમ્બાબ્વે સામેના છે.