યંગ ઈન્ડિયન્સ દ્વારા નિવૃત મેજર આર્ય સાથે સરહદ વિવાદ મુદે ઓનલાઈન સેશન
યંગ ઈન્ડિયન્સ દ્વારા તાજેતરમાં ભારતની રણભૂમિ માટે તૈયારી પર ઓનલાઈન સેશન યોજાયું હતુ આ સેશનમાં યંગ ઈન્ડિયન્સના રાજકોટ ચેપ્ટરના ચેરપર્સન નમ્રતા ભટ્ટ સીઆઈઆઈ ગુજરાત સ્ટેટ કાઉન્સીલના વા. ચેરમેન વિનોદ અગરવાલ જોડાયા હતા. આ સેશનમાં અમદાવાદ અને ભાવનગર ચેપ્ટર પણ જોડાયા હતા.
આ સેશનમાં ગેસ્ટ સ્પીકર તરીકે નિવૃત મેજર આર્ય જોડાયા હતા. જેમાં રાજકોટનાં ચેપ્ટર ચેરપર્સન નમ્રતા ભટ્ટના પ્રશ્ર્નોને જવાબ આપતા જણાવ્યું હતુ, ભારત સરકાર દ્વાર ૫૯ એપ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તેનાથી ચીજને લાંબા ગાળે ઘણી અસર થશે.
વધુમાં તેમણે જણાવ્યુ કે, એપ પર પ્રતિબંધ મૂકવાથી ચીનને ખાસ તો તેમની ગુડવીલ ઉપર થશે અને જો અન્ય કોઈ દેશ પણ પ્રતિબંધ મૂકશે તો ચીનને લાંબાગાળા સુધી નુકશાન થશે. કોવિડ ૧૯ના કારણે દેશોમાં ચીન સામે વિરોધ થઈ રહ્યા છે. ચીન ઘણા દેશો સાથે વિવાદમાં ઉતરેલુ છે જેમાં ભારત સાથે સરહદની મુદે તાઈવાન સાથે ભૌગોલિક રાજકીય વિવાદ અથવા તો હોગકોંગનો નવો નેશનલ સિકયોરીટી એકટ બધે મુશ્કેલીમાં પડશે.