જમ્મુ-કાશ્મીરમાં આતંકી પ્રવૃત્તિઓ સામે સુરક્ષાના પરિબળોની સાથે વિશ્ર્વનો સૌથી ઉંચો પુલ બનશે
પેરિસ સ્થિત એફિલ ટાવર કરતાં પણ ઉંચો પુલ મે ૨૦૧૯ સુધીમાં તૈયાર થશે
જમ્મુ-કાશ્મીર નજીક વિશ્ર્વનો સૌથી ઊંચો રસ્તો બનાવવામાં ભારતે સફળતા હાંસલ કરી છે તો હવે, દુનિયાનો સૌથી ઊંચો પુલ બનાવવા અને તેનો શ્રેયફ હાંસલ કરવા ભારત સજજ છે. જી હા, જમ્મુ-કાશ્મીરના રેસી જીલ્લામાં ચેનાબ નદી ઉપર વિશ્ર્વનો સૌથી ઊંચો ૩૫૯ મીટર અને ભારતની મહત્વકાંક્ષી પુલ બની રહ્યો છે. જે ૮ની તીવ્રતાને ભૂકંપ અથવા તો બ્લાસ્ટ ઝીલવા સક્ષમ હશે. તેમજ રસપ્રદ વાત તો એ છે કે આ પુલ પેરીસ સ્થિત ઓફીલ ટાવર કરતાં પણ ઊંચો હશે. ઓફીલ ટાવરની ઉચાઇ ૩૨૪ મીટર છે. જયારે ભારતના આ મહત્વકાંક્ષી પુલની ઊંચાઇ ૩૫૯ મીરટ હશે.
વિશ્ર્વનો સૌથી ઊંચો પુલ બનાવવાનો આ પ્રોજેકટ રેલવે દ્વારા તૈયાર કરાયો છે. રેલવેના એક અધિકારીએ જણાવ્યું છે કે, આ પુલનું કામ હાલ ચાલુ છે. આ પુલ ૮ની તીવ્રતાના ભૂકંપને પણ ઝીલવા અડીખમ છે. રેલવે બોર્ડના એન્જીનીયર એમ.કે.ગુપ્તા એ જણાવતા કહ્યું કે, જમ્મુ-કાશ્મીરમાં થતી આતંકી પ્રવૃત્તિઓ અને દાણચોરીને ઘ્યાને લઇ આ પુલનું નિર્માણ થઇ રહ્યું છે. જમ્મુ-કાશ્મીરમાં આ પુલના નિર્માણથી આતંકનો ભય અને ગતિવિધીઓ પર રોક લાગશે. તેમજ એક સુરક્ષા જમ્મુ-કાશ્મીરને પ્રદાન થશે.
આ પુલ આઇકોનીક અફીલ ટાવર કરતાં પણ ૩પ મીટર વધુ ઊંચાઇએ બનશે. અને વર્ષ ૨૦૧૯માં મે માસ સુધીમાં આ પુલ બની જશે. આ પ્રોજેકટ સાથે સંકળાયેલ એક સીનીઅર એન્જીનીયરે જણાવ્યું કે, આ પુલનું નિર્માણ એન્ટી ટેરર ફીચર્સથી કરાશે. પુલની લંબાઇ ૧૩૧૫ મીટર છે. ભારતમાં આ પ્રથમ પુલ બનવા જઇ રહ્યો છે. જે ભયજનક બ્લાસ્ટ કે ભૂકંપમાં પણ અડીખમ રહેવા સક્ષમ હશે. આ સમગ્ર પ્રોજેકટ રેલવે હેઠળ એ.એફ.સી. ઓ એન એ કંપની દ્વારા હાથ ધરાયો છે. જેમાં ૧૩૦૦ કારીગરો, ૩૦૦ એન્જીનીયર જોડાયા છે. અને આ પુલનું ૭૦ ટકા કામ પૂર્ણ થઇ ચુકયું છે. જણાવી દઇએ કે આ પુર્ણ નિર્માણ કાર્ય વર્ષ ૨૦૦૪ શરુ થયું હતું.