ભારતીય વાયુસેના દ્વારા મંગળવારે વહેલી સવારે POk પર કરવામાં આવ્યો હતો.આ હુમલા બાદ ગુજરાત સહિતની તમામ બોર્ડર હાઈએલર્ટ કરવામાં આવી છે. જેમાં કચ્છ અને અન્ય રાજ્યોની બોર્ડર પર પણ એલર્ટ જાહેર કરાયું છે. ત્યારે યુદ્ધ સહિતની સામગ્રી અને શસ્ત્રો ક્ચ્છ સરહદ પર મોકલવામાં આવી છે. એલર્ટ વચ્ચે કચ્છની ભારત – પાકિસ્તાન બોર્ડર પર સુરક્ષા સઘન બનાવાઈ છે.તો સુરક્ષા એજન્સીઓના ઉચ્ચ અધિકારીઓનો કચ્છમાં જમાવડો થઈ રહ્યો છે અને દરેક હિલચાલ પર નજર રાખવામાં આવી છે.
કચ્છની સરહદ પર આર્મી , બીએસએફ , કોસ્ટગાર્ડ , વાયુ દળ એલર્ટ બની ગયું છે.અબડાસા અને લખપત જેવા સરહદી વિસ્તારોના ગામોને એલર્ટ રહેવા તાકીદ કરાઈ છે. પશ્ચિમ અને પૂર્વ ક્ચ્છ પોલીસ દ્વારા પણ જિલ્લા ભરમાં સઘન ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે.હાલની તંગદિલી ભરી પરિસ્થિતિ વચ્ચે સરહદ પર શસ્ત્રો રવાના કરવાની બાબત સૂચક માનવામાં આવી રહી છે.