દેશની એરલાઇન ઇન્ડસ્ટ્રી માથે જાણે શનિની સાડા સાતી બેઠી છે. છેલ્લા એક દાયકામાં ભારતના રન-વે પર આવેલી સિવીલ એવિયેશન કંપનીઓ સમયની સાથે ઇતિહાસ બનતી જાય છે. ડેક્કન ડુબ.. તેને તારવા કિંગફિશરે હાથ ઝાલ્યો તો એ પણ ડુબી..! સહારાને દેવામાંથી બહાર કાઢવા જેટ નરેશ આગળ આવ્યા તો તેઓ ખુદ દેવામાં ડુબ્યા. દેશમાં આ ઇન્ડસ્ટ્રીની પાયોનિયર ગણાતી ‘મહારાજા’ નો મસ્કોટ ધરાવતી સરકારી કંપની એર ઇન્ડિયા લાંબા સમયથી આર્થિક રીતે તો નબળી છે જ પણ હવે ટેકનિકલી પણ બિમાર પડી છે. અચાનક કંપનીનું સર્વર ડાઉન થઇ જતા પેસેન્જરોના બોર્ડિંગ પાસ નીકળવાનું બંધ થઇ ગયું જેને પરિણામે પેસેન્જરો એરપોર્ટ પર ફસાઇ ગયા, કર્મચારીઓ પેસેન્જરોની રડારોળ શાંત કરવામાં ફસાયા અને કંપની કરોડોના નુકસાનમાં ફસાઇ..!
વહેલી સવારે ૩:૩૦ વાગ્યે અચાનક એર ઇન્ડિયાનું સર્વર બગડ્યું અને પેસેન્જરોની ચેક-ઇન સુવિધા બંધ થતા બોર્ડિંગ પાસ નીકળવાનું બંધ થયું. એર ઇન્ડિયાના ડોમેસ્ટિક તથા ઇન્ટરનેશનલ પ્રવાસીઓ છ કલાક સુધી વિશ્ચભરના એરપોર્ટો પર ફસાઇ પડ્યા. કંપનીએ સત્તાવાર રીતે કબુલ્યું છે કે દિવસમાં કુલ ૬૭૪ ઉડાન હોય છે તેમાંથી ૧૫૫ જેટલી ઉડાન મોડી પડી છે અને ઘણી કેન્સલ પણ થઇ છે.
ધણા પ્રવાસીઓને જાણ પણ નહીં હોય કે જો તમારી ફ્લાઇટ કેન્સલ થાય અને એરલાઇન કંપની એક કલાકમાં વૈકલ્પિક વ્યવસ્થા ન કરી શકેતોપ્રવાસી ભાડુંપાછું માગી શકે છે. ડીજીસીએનાં નિયમો પ્રમાણે જો તમારે કનેક્ટીંગ ફ્લાઇટ હોય, ફ્લાઇટ કેન્સલ થવાના કારણે કે ત્રણ કલાક જેટલી મોડી પડવાના કારણે કનેક્ટીંગ ફ્લાઇટ છોડવી પડેતો તેનું પણ વળતર માગી શકો છો. જોડો મેસ્ટિક ફ્લાઇટ એક કલાકથી વધારે મોડી પડે તો ટિકીટ ભાડું રિફંડ લેવા ઉપરાંત ૫૦૦૦ રૂપિયાનુ વળતર પણ માગી શકાય છે. આંતરરાષ્ટ્રિય ઉડાનમાં જો ફ્લાઇટ ૨૪ કલાક મોડી પડે તો પેસેન્જર રૂમ એકોમોડેશન પણ માગી શકે છે. જોકે આપણી એરલાઇન્સ કંપનીઓ પાસેકર્મચારીઓના પગારના નાણા હોતા નથી એવામાં પ્રવાસીઓને આવી સુવિધા ક્યાંથી મળી શકે એ એક સવાલ છે.
આમે ય તે એર ઇન્ડિયાની ફાયનાન્શયલ હાલત ચિંથરેહાલ જ છે. ૧૯૪૬ની સાલમાં આ કંપની એક રજવાડા ંસમાન હતી અને તેનો મસ્કોટ ‘મહારાજા’ રજૂ કરવામાં આવ્યોપણ છેલ્લા દોઢેક દાયકાથી પિરસ ાવાની થાળીમાં માંગી રહ્યા હોય એવી હાલત છે. છેલ્લા બેદાયકામાં ખાનગી ઍરલાઇન્સ કંપનીઓ આવ્યા બાદ વધેલી સ્પર્ધા અને ઍરઇન્ડિયાનાં ગંજાવર ખર્ચાનાં કારણે આ ચિંથરે હાલ પરિસ્થિતીનું નિર્માણ થયું છે. હજુ બે વર્ષ પહેલા સુધી ઍરઇન્ડિયાનો ડોમેસ્ટિક પસેન્જર માર્કેટ શેર ૧૫ ટકા જેટલો હતો તે ૧૨.૪ ટકા જેટલો થઇ ગયો છે. ઇન્ટરનેશનલ પેસેન્જર માર્કેટ શેર આજે પણ ૧૬.૫૫ ટકા જેટલો ઉંચો છે. અને ઍરઇન્ડિયા માસિક ૨૧ લાખ પેસેન્જરને વિદેશ લઇ જાય છે. પણ જે રીતે અન્ય કંપનીઓ વિદેશ સેવામાં પણ આગળ વધી રહી છે તે રીતે ઍરઇન્ડિયાએમાં પણ લાંબુ ટકી શકે તેમ લાગતું નથી. એટલે જ હવે સરકારે ખાનગીકરણની વાતો શરૂ કરી છે. આંકડા બોલે છે કે છેલ્લા બે વર્ષમાં ૨૮૦૦૦ કરોડ રૂપિયાનું આંધણ કર્યા પછી પણ ઍરઇન્ડિયા ૪૦૩ કરોડ રૂપિયાનાં ઓપરેટિંગ પ્રોફિટ સુધી પહોંચી શકી છે. કંપનીના ઓપરેશન સામે પેસેન્જરોની ફરિયાદો પણ ભારતની ઍરલાઇન્સ ઇન્ડસ્ટ્રીમાં સૌથી વધારે છે. જેનો આંક દર મહિને સરેરાશ ૩૦૦ જેટલો આવતો હોય છે.
હાલમાં ઍરઇન્ડિયા ઉપર આશરે ૫૧૦૦૦ થી ૫૨૦૦૦ કરોડ રૂપિયાનો બોજ છે. એમાં નવી સમસ્યાના કારણે કંપનીને કરોડો રૂપિયાનું નુકસાન થયું હશે. અગાઉ પણ જુન -૨૦૧૮માં સર્વરની ખામીના કારણે એરઇન્ડિયાના પ્રવાસીઓ દિલ્હી એરપોર્ટ પર ફસાઇ ગયા હતા. કંપની જ્યારે ખોટના ખાડામાં હોય ત્યારે ટેકનોલોજી માટે નવો ખર્ચ ન કરી શકે એ પણ સ્વાભાવિક છે. તો શું કરવુ..? જેમ છે તેમ ચાલવા દેવું..?!