અફઘાનિસ્તાનમાં શાંતી અને વિકાસ માટે તાલિબાનો સાથે વાતચીત અને સમાધાનકારી વલણના દરવાજા ખુલ્લા રાખવા ભારતે અમેરિકાને અનુરોધ કર્યો છે. તેની સાથે-સાથે અફઘાનિસ્તાનની પરિસ્થિતિ માટે જરૂર પડે ચીન સાથે વાટાઘાટો અને સહકાર માટે તૈયારી સાથે અફઘાનિસ્તાનમાં નવેસરથી શાંતી પ્રક્રિયા માટે વિશ્વએ અને ખાસ કરીને મહાસતાઓએ એક સુત્રતાથી કામ કરવું પડશે.
અમેરિકા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તાલિબાનો સાથે વ્યવહારો અને વાટાઘાટના સંબંધોને પણ વિરામ મુકવાની અમેરિકાના વિચાર સામે ભારતે એવી હિમાયત કરી છે કે અફઘાનિસ્તાનમાં માળખાકિય સુવિધાઓ ઉભી કરવા અને શાંતી માટે અફઘાનિસ્તાનમાં લોકતંત્રના ભોગે કોઈ એવી વ્યવસ્થા ઉભી કરવા માટે ભારત હિમાયત કરતું નથી. જુલાઈ મહિનામાં યોજાનારી ચુંટણી પૂર્વે અફઘાનિસ્તાનમાં સ્થિતિને સુધારવા ભારત સૌથી વધુ ગંભીર બન્યું છે. અફઘાનિસ્તાનની સ્થિતિ સુધારવા માટે ભારતે મોટુ મન કરીને ચીન સાથે વાટાઘાટો કરવાની તત્પરતા બતાવી છે અને ટ્રમ્પ શાસનના બેજવાબદારી ભર્યા વલણથી અફઘાનિસ્તાનની હાલત વધુ બગડી શકે છે તેવા મત વ્યકત કરીને દેશના અડધાથી વધુ પ્રદેશ પર કબજો ધરાવતા તાલિબાનને અફઘાનિસ્તાનના ભવિષ્ય માટે નજર અંદાજ ન જ કરી શકાય તેમ જણાવ્યું હતું.
ભારત સરકારે અમેરિકાના પ્રતિનિધિ તરીકે ભારત આવેલા ખાલીઝાદની ગયા મહિને થયેલી મુલાકાત દરમ્યાન ભારતે પોતાનો પક્ષ સ્પષ્ટ કરતા જણાવ્યું હતું કે, ભારતે અફઘાનિસ્તાનનો મુદો સંપૂર્ણપણે માનવતા અને કુદરતી ન્યાયના આધારે ઉકેલવા માંગે છે. ભારતના લશ્કરી વડા બિપીન રાવતે અફઘાનિસ્તાન સાથેના સાતત્યપૂર્ણ સંબંધ સાથે તાલિબાન સરકાર અને સતાધિશો સાથે વાતચીતના સંબંધોનો અવકાશ ખુલ્લો રાખવાની હિમાયત કરી હતી તેવી જ રીતે એ ચર્ચા પણ થઈ હતી કે સરકારને માલદીવ અને શ્રીલંકાના જુના અનુભવો ધ્યાન લેવા જોઈએ. અમેરિકા કાબુલ મુદ્દે વિશ્ર્વાસને અંધારામાં રાખી રહ્યું છે. અફઘાનિસ્તાનમાં શાંતી બહાલ કરવા તાલિબાનોનો સહયોગ નજર અંદાજ ન કરવો જોઈએ. ભારત સરકાર, અમેરિકા, તાલિબાનની વાટાઘાટો પડી ન ભાંગે અને સંવાદનો વ્યવહાર ચાલુ રહે તેવા મત ધરાવે છે.
અફઘાનિસ્તાનના આર્થિક વિકાસ માટે દેશમાં લોકતાંત્રિક ચુંટણી થાય તે માટે વિશ્વાસને જવાબદારી સાથે આગળ વધવું જોઈએ. અફઘાનિસ્તાનમાં ખેતી અને આંતરમાળખાકિય વિકાસ માટે પંચ સ્તરીય પ્રોજેકટમાં ભારત ત્રણ બિલિયન અમેરિકન ડોલરનો સૌથી મોટો દેશ બન્યો છે. આંતર માળખાકીય સુવિધા માનવ સંશાધન, ઈનફોર્મેશન ટેકનોલોજી આર્થિક વિકાસ, જરંજ બેલરામ રોડ પાવર ઉત્પાદન કરતી સલમા ડેમ પરી યોજનાથી ૭૫ હજાર હેકટર જમીનમાં સિંચાઈની સુવિધા સહિતની વ્યવસ્થા ભારતે ઉભી કરી છે. ઈતિહાસમાંથી બોધપાઠ લઈને અમેરિકાના અને રશિયાના હાથ કેવી રીતે વિયેતનામ, ઈરાક, અફઘાનિસ્તાનમાં દાઝયા હતા.
શ્રીલંકામાં પણ ભારતને ખરાબ અનુભવ થયો છે. અત્યારે અફઘાનિસ્તાનમાં આંધવીકિયા કરવાના બદલે તાલિબાનો સાથે વાતચીતનો દોર ચાલુ રહે તેવો મત ભારતે વ્યકત કર્યો છે. અમેરિકાનું ડોનાલ્ડ ટ્રમ્પ તંત્ર તાલિબાનો સાથે છેડો ફાડવાની વાત કરી રહ્યું છે તેને ભારત ભુલ ભરેલું ગણાવે છે.
જમ્મુ-કાશ્મીરનો વિકાસ કેન્દ્ર સરકારની પ્રાથમિકતા
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર જમ્મુ-કાશ્મીરના વિકાસ માટે કટિબઘ્ધ છે. રાજયને આતંકવાદથી સંપૂર્ણપણે મુકત કરવાની સાથે-સાથ રાજયના વિકાસની કેન્દ્ર સરકારની પ્રતિબઘ્ધતા છે. રાજયમાં મુકત અને ન્યાયિક લોકતંત્રની બહાલીની સાથે યુવાનોનાં વિકાસ માટે તત્પર સરકાર કોઈપણ પ્રકારની બાંધછોડ કરવા તૈયાર નથી. તેમણે જણાવ્યું હતું કે, દેશની વિકાસયાત્રામાં જમ્મુ-કાશ્મીરને અગત્યતા આપવાનું અત્યારસુધી ભલે વિસરાયું હોય પરંતુ મારી સરકાર જમ્મુ-કાશ્મીરને દેશના મુખ્યપ્રવાહમાં સૌથી વધુ લાડકુ માને છે. જમ્મુ-કાશ્મીરમાં વિશ્વભરના પ્રવાસીઓ આવે રાજયમાં વેપાર ઉધોગ અને પ્રવાસન વેગવાન બને તે માટે સરકાર તમામ પ્રયત્નો કરી રહી છે અને તેના પરીણામો મળી રહ્યા છે.
ભારત સરકાર આતંકવાદની કમર ભાંગી નાખશે: વડાપ્રધાન
ભારતની લાઈન ઓફ કંટ્રોલ પર થયેલી સર્જિકલ સ્ટ્રાઈકે વિશ્વને આતંકવાદ વિરોધી નવી નીતિ-રીતીનો પરિચય આપી દીધો હોવાનું વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું. વડાપ્રધાને કહ્યું હતું કે, ભારત આતંકવાદની કમર ભાંગી નાખવા સજજ બન્યું છે. યુવાનોને આંતકવાદના માધ્યમથી મરાવી નાખનાર તત્વોને ભારતે ‘ખબરદાર’નું સબક શીખવી દીધું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાક પ્રેરિત આતંકવાદનું નામ લીધા વગર પ્રહાર કર્યા હતા કે ભારતે સર્જિકલ સ્ટ્રાઈકથી સમગ્ર વિશ્વને આતંકવાદ સામે કેમ લડવું તેની નવી રણનીતિ બનાવી છે. આતંકવાદ ફેલાવનાર તત્વો અને નિર્દોષ યુવાનોની હત્યા કરાવનારા તમામ તત્વો આતંકવાદી જ ગણાય. ‘હું જમ્મુ-કાશ્મીરના યુવાનો અને દેશની સુરક્ષા માટે કટિબઘ્ધ છું, આતંકવાદને મુહતોડ જવાબ મળે છે જ જમ્મુ-કાશ્મીર આતંકવાદની કમર ભાંગી નાખ્યા વગર ઝંપીશ નહીં. જમ્મુ-કાશ્મીરમાં મુઢભેડમાં આતંકવાદીઓ સામેની ટકકરમાં શહિદ થયેલા જવાનોને નરેન્દ્ર મોદીએ અંજલી આપી હતી.
આજે આખો દેશ નિશસ્ત્ર અને નિર્દોષ કાશ્મીરી યુવાનોની હત્યા કરનારા યુવાનો સામે રોષે ભરાયા છે. કાશ્મીરના યુવાનો શાંતીથી જીવવા અને પોતાના સ્વપ્નો પુરા કરવા તત્પર બન્યા છે એટલે જ આંશિકો તેમને નિશાન બનાવી રહ્યા છે પરંતુ સરકાર હવે પુરી તાકાતથી આતંકવાદ સામે લડશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકારે જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી સમસ્યાનો કાયમી ઉકેલ આવે તે માટે શ‚ કરેલ. મહાઅભિયાન સતત ચાલુ રહેશે. જમ્મુ-કાશ્મીરની ભૂમિ આતંકવાદથી સંપૂર્ણમુકત થઈ જાય ત્યાં સુધી સરકાર સુરક્ષાતંત્ર અને કાશ્મીરના દેશભકત કાશ્મીરીઓનો જુસ્સો શાંત નહીં થાય. જમ્મુ-કાશ્મીરમાં છેલ્લા બે વર્ષથી સુરક્ષા તંત્ર સરહદપાર અને અંદર ઘુસતા તત્વો સામે બેવડા મોરચે જંગ કરી રહી છે. આતંકી બુરહાનવાણીના તમામ સાગરિતોને એક-એક કરીને વીણી લીધા બાદ હવે સ્લિપીંગ સેલમાં લેવાયેલા તત્વોને શોધવામાં આવી રહ્યા છે. વડાપ્રધાને આતંકવાદની કમરતોડી નાંખી હોવાનું જણાવ્યું હતું.