હાલ, અમેરિકા અને ચીન વચ્ચે વેપાર યુધ્ધ છેડાયું છે. જે દીનપ્રતિદિન વધુ ઘેરૂ બની રહ્યું છે. જો કે, યુએસ ચીન વચ્ચેના આ વેપાર યુધ્ધથી ભારતને ફાયદો થયો છે. ચીને સોમવારથી કેન્સર વિરોધી ડ્રગ્સ સહિત ભારતીય બનાવટની તમામ દવાઓ પર આયાત ડયુટી ઘટાડી દીધી છે.
ચીનનો આ પ્રકારે નિર્ણય ભારત માટે મોટો લાભદાયી ગણી શકાય કારણ કે ભારતની છેલ્લા ઘણા સમયથી માંગ રહી છે કે ચીન ઔષધી અને આઈટી સેકટરમાં રાહતો આપે યુએસ સાથેના વેપાર યુધ્ધ બાદ ચીન અત્યાર સુધીમાં ૮૫૦૦ ભારતીય ઉત્પાદનો પર આયાત ડયુંટી ઘટાડી ચૂકયું છે. ચીનના વિદેશ પ્રવકતાએ સોમવારે આ વિશે જણાવતા કહ્યું હતુ કે, અમેરિકા સાથેનું વેપાર યુધ્ધ વધુ પ્રબળ બનવાથી ચીને ભારત અને અન્ય દેશોના ઉત્પાદનો પર આયાત કર પર કાપ મૂકવાનો નિર્ણય કર્યો છે.
જોકે હજુ સુધી એ સ્પષ્ટ થયં નથી કે,શું ચીને કેન્સરની દવાઓ વેચવા માટે ભારતીય કંપનીઓને લાયસન્સ આપવા મુદે સહમતી દાખવી છે કે નહિ? અને જો ચીન મંજૂરી આપી દેશે જો આ એક મોટુ પગલુ ગણાશે. ચીનમાં દર વર્ષે લગભગ ૪૩ લાખ લોકો કેન્સરથી પીડાય છે. ભારતીય દવાઓ અને વિશેષ કરીને કેન્સરની દવાઓની ચીનમાં મોટી માંગ છે. કારણ કે તે ખૂબજ સસ્તી છે.
ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપીંગની વચ્ચે વુહાનમં થયેલી અનોપચારીક મુલાકાત બાદ બંને દેશોનાક વ્યાપારીક સંબંધોમાં હુંફ આવી છે. મુલાકાત દરમિયાન પીએમ મોદીએ ભારતીય દવા કંપનીઓના ચીનમાં રોકાણનો મુદો ઉઠાવ્યો હતો. અને ત્યારબાદ ચીને ભારતીય ફાર્માસ્યુટીકલ કંપનીઓ માટે દરવાજા ખોલવાનો નિર્ણય કર્યો હતો.