ભારતના વિદેશ મંત્રાલયે ઈરાનની જેમ વેનેઝયુએલા સાથે ક્રુડની રૂપિયામાં ખરીદીના વિકલ્પની આવશ્યકતા પર ભાર મુકયો

વેનેઝયુએલા પર અમેરિકાના આર્થિક પ્રતિબંધોના પગલે ભારતને ક્રુડની ખરીદી માટે રૂપિયામાં ચુકવણી કરવાનો રસ્તો અપનાવ્યો છે એટલે કહી શકાય કે વેનેઝયુએલા અને અમેરિકાની લડાઈમાં ભારતને ખુબ જ મોટો ફાયદો થયો છે. ભારત પહેલા ક્રુડની ખરીદીની ચુકવણી ડોલરમાં કરતું હતું જે હવે ‚પિયામાં સ્વિકારવામાં આવશે. આ નિર્ણયથી ભારતની કુટનીતિનો પણ વિજય થયો છે.

દક્ષિણ અમેરિકાના લેટીન રાષ્ટ્ર વેનેઝયુએલા અમેરિકાના આર્થિક પ્રતિબંધનો સામનો કરી રહ્યું છે ત્યારે ભાજપ સહિતના તેલ આયાતીઓને ડોલરમાં વ્યવહારના બદલે રૂપિયામાં ચુકવણી કરવાનો રસ્તો ખોલ્યો છે. અમેરિકા ત્યારે ભારત પર વેનેઝયુએલામાંથી આયાત કરવામાં આવતા ક્રુડના વપરાશમાં કાપ મુકવાનું દબાણ કરી રહ્યું છે અને ભારતની રીફાઈનરીઓને આંતરરાષ્ટ્રીય અર્થવ્યવસ્થામાં આર્થિક વ્યવહારના વિકલ્પ માટે દબાણવેશ કરવામાં આવી રહ્યું છે. ભારતની રીફાઈનરીઓને ડોલરનો વિકલ્પ અથવા તો નિકાસ બંધ કરવાની સ્થિતિમાં મુકાવવું પડયું છે ત્યારે ભારતની ખાનગી રિફાઈનરીઓની વાત કરીએ તો રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ સહિતની અન્ય રિફાઈનરીઓ રોજના ૩ લાખ બેરલ ક્રુડની ખરીદી કરી રહ્યું છે.

વિદેશ મંત્રાલયે ઈરાનની જેમ વેનેઝયુએલા સાથે પણ રૂપિયામાં ખરીદીના વિકલ્પની આવશ્યકતા પર ભાર મુકયો છે ત્યારે વેનેઝયુએલાએ ભારતીય રીફાઈનરીઓને ડોલરના બદલે રૂપિયામાં ખરીદીનો વિકલ્પ આપ્યો છે ત્યારે વેનેઝયુએલા અને ઈરાન જેવા દેશો માટે ડોલરની કથિત તંગીમાં અર્થતંત્રનું ધોવાણ અટકાવવા ડોલરના બદલે ભારતના ‚પિયા સહિતના ચલણના વપરાશને શ્રેષ્ઠ વિકલ્પ તરીકે પ્રસ્થાપિત કર્યો છે.

ઓઈલ મંત્રાલયે આ દરખાસ્ત વિદેશ મંત્રાલયને મોકલી છે. રૂપિયાના ખરીદીના આ વિકલ્પથી વેનેઝયુએલાનો આ વેપાર ચાલુ રહેશે પરંતુ સરવાળે બંને દેશોમાં આર્થિક વ્યાપાર અસરકારક બની રહે તેવી પણ સ્થિતિ ઉદભવિત થાય તો નવાઈ નહીં. વેનેઝયુએલા અને ભારત વચ્ચે ૬ બિલિયન અમેરિકન ડોલરનો નિકાસ વ્યવહાર છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.