ઓપનિંગ બેટસમેન રોહિત શર્મા અને શિખર ધવનની શાનદાર ભાગીદારી
ભારતીય ક્રિકેટ ટીમે આયરલેન્ડ અને ઈંગ્લેન્ડની સિરીઝની શરૂઆત જીત સાથે કરી છે. બુધવારે આયરલેન્ડ સામેની ટી-૨૦ મેચમાં ૭૬ રન સાથે વિજય હાંસિલ કરતા ભારતીય ખેલાડીઓનો ઉત્સાહ વઘ્યો છે. સૌપ્રથમ બલ્લેબાજી માટે ઉતરી ભારતીય ટીમનું ઓપનિંગ રોહિત શર્માએ ૯૭ રન સાથે કર્યું તો શિખર ધવને ૭૪ રન ફટકાર્યા હતા. ૨૦૯ રનના લક્ષ્ય સામે આયરલેન્ડે ૨૦ ઓવરની મેચમાં ૧૩૨ રન કર્યા બાદ હાર સ્વિકારવી પડી હતી.
ભારતના બેટસમેન રોહિત શર્મા અને શિખર ધવનની સાથીદારીએ ટીમ ઈન્ડિયાને ૧૬૦ રન અપાવ્યા હતા. આયરલેન્ડે ટોસ જીત્યા બાદ પહેલા ફિલ્ડીંગ કરવાનો નિર્ણય લીધો હતો પરંતુ આ ફેંસલો તેના માટે ઉચિત નિવડયો ન હતો. ઓપનિંગ બેટસમેનોની શાનદાર શરૂઆતમાં રોહિત શર્માએ ૬૧ બોલમાં ૯૭ રન બનાવ્યા જેમાં ૫ છકકા અને ૮ ચોકકા ફટકાર્યા હતા.
ત્યારે ધવને ૫ છકકા અને ૫ ચોકકા માર્યા પહેલી વિકેટ શિખર ધવનથી પડી ત્યારબાદ સુરેશ રૈનાએ કમાન સંભાળી હતી. ૨૦૯ રનના લક્ષ્યને પૂર્ણ કરવા બીજી ઓવરના ઓપનિંગ બેટસમેન સ્ટરલિંગ બુમરાહની ગેંદ પર કુલદીપે કેચ કરી લીધો હતો. જોકે ભારતીય સ્પિનરોની સામે આયરલેન્ડે નમવું જ પડયું હતું અને ૨૦ ઓવર પુરી થતા જ ૯ વિકેટમાં આયરલેન્ડનો ૧૩૨ રન જ બન્યા હતા.