ભારતીય મહિલા ટીમે ઈંગ્લેન્ડ સામેની પ્રથમ વન ડેમાં સંગીન પ્રારંભ સાથે જીત તરફ આગેકૂચ કરી
સ્મૃતિ મંધાનાના 91 તેમજ હરમનપ્રીતના અણનમ 74 તેમજ યાસ્તિકા ભાટિયાના 50ની મદદથી ભારતની મહિલા ટીમે ઈંગ્લેન્ડ સામેની પ્રથમ વન ડે સાત વિકેટથી જીતી લીધી હતી. 282ના ટાર્ગેટને ભારતે 44.2 ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને પાર પાડયો હતો. મંધાનાએ 99 બોલમાં 10 ચોગ્ગા અને 1 છગ્ગા સાથે 91 રન કર્યા હતા. તે પ્લેયર ઓફ ધ મેચ બની હતી.ભારતીય મહિલા ટીમે ઈંગ્લેન્ડ સામેની પ્રથમ વન ડેમાં સંગીન પ્રારંભ સાથે જીત તરફ આગેકૂચ કરી હતી. જીતવા માટેના 228ના ટાર્ગેટ સામે ભારતે શેફાલી વર્મા (1)ની વિકેટ સસ્તામાં ગુમાવી હતી. જોકે ઓપનર સ્મૃતિ મંધાનાની સાથે જોડાયેલા યાસ્તિકા ભાટિયાએ આક્રમક બેટિંગ કરતાં 96 રનની ભાગીદારી કરી હતી. ભાટિયાએ શાનદાર અડધી સદી ફટકારી હતી. જોકે તેની ઈનિંગનો 50 રને અંત આવ્યો હતો. તેણે 47 બોલમાં 8 ચોગ્ગા અને 1 છગ્ગો ફટકાર્યો હતો.
અગાઉ ભારતે ટોસ જીતીને પ્રથમ ઈંગ્લેન્ડની મહિલા ટીમને બેટિંગમાં ઉતારી હતી. ભારતની સિનિયર ફાસ્ટર ઝુલન ગોસ્વામી કારકિર્દીમાં પહેલીવાર મિતાલી રાજની ગેરહાજરીમાં વન ડે રમવા ઉતરી હતી. નોંધપાત્ર છે કે, મિતાલીએ નિવૃત્તિ જાહેર કરી દીધી છે. ઈંગ્લેન્ડના બેટ્ટર્સ ફ્લોપ રહ્યા હતા અને 94ના સ્કોર પર તેમની અડધી ટીમ પેવેલિયન ભેગી થઈ ગઈ હતી. જોકે એલિસ ડેવિડસન-રિચાર્ડસે 61 બોલમાં અણનમ 50 રન ફટકાર્યા હતા. તેનો સાથ આપતાં ડેની વ્યાટ્ટે 43 અને એક્લેસ્ટને 31 તેમજ ચાર્લી ડિને અણનમ 24 રન નોંધાવ્યા હતા. દીપ્તિ શર્માએ 33 રનમાં બે અને ઝુલન ગોસ્વામી, મેઘના સિંઘ, રાજેશ્વરી ગાયકવાડ, સ્નેહ રાણા અને હરલીન દેઓલે 1-1 વિકેટ ઝડપી હતી.