દિલ્હીના ફિરોઝશા કોટલા ખાતે રમાઈ રહેલી ત્રીજી અને અંતિમ ટેસ્ટમાં ભારતીય બેટ્સમેનોએ લંકાના બોલરોની બરાબર ધોલાઈ કરી છે. શિખર ધવન અને ચેતેશ્ર્વર પૂજારાની વિકેટ ફટાફટ ગુમાવ્યા બાદ વિરાટ અને મુરલીએ બાજી સંભાળી લીધી હતી. બન્ને બેટ્સમેનોએ શાનદાર સદી ફટકારતા ટેસ્ટના પ્રથમ દિવસે જ ભારતે મજબૂતી હાંસલ કરી લીધી છે. બન્નેએ સતત બીજી સદી ફટકારી હતી. આ સાથે વિરાટ કોહલીએ ટેસ્ટ કારકિર્દીની ૨૦મી સદી ફટકારી છે. ભારતનો સ્કોર ૪ વિકેટે ૩૭૧ રન થયા છે. આ સાથે ટેસ્ટમાં વિરાટે પ૦૦૦ રન પૂરા કરી લીધા છે. અને ૧૫૬ રણ બનાવી રમી રહ્યો છે.
ભારતની ર વિકેટ ઝડપથી પડીગઇ હતી જેમાં શિખર ધવલ ર૩ રને કેચ આઉટ થયો હતો ત્યાર બાદ મુરલી વિજય સતત બીજી મેચમાં સદી ફટકારી હતી. જયારે રાજકોટનું રનન ચેતેશ્ર્વર પુજારા પણ યોગાનુયોગ ર૩ રને જ એલ.બી.ડબલ્યુ. થયો હતો.શ્રીલંકા સામે ભારત આજથી પ્રારંભિક મેચ જીતી વિરાટ રેકોર્ડ સર્જશે. દિલ્હીના કોટલા ગ્રાઉન્ડ પર સવારે ૯.૩૦ વાગે મેચનો પ્રારંભ થયો હતો. ભારત ૩ ટેસ્ટની શ્રેણીમાં ૧-૦ થી આગળ છે.
આજથી ત્રીજી ટેસ્ટનો પ્રારંભ થયો છે તેમાં ભારત સામે શ્રીલંકાને પણ સન્માન મેળવવાની સમાન તકો રહેલી છે. ભારત સામે શ્રીલંકા આજથી અહી ફિરોઝશા કોટલા ગ્રાઉન્ડ પર શ્રેણીની ત્રીજી અને આખરી ટેસ્ટ રમવા ઉતરશે. ત્યારે ક્રિકેટ વિશ્ર્વનો કોઇ ચમત્કારીક અપસેટ જ તેમની તરફેણમાં નવા જૂની કરી શકે છે. બાકી શ્રીલંકાની બીન અનુભવ ટીમ સામે ભારતના સ્ટાર કે જેની ઘર આંગણી વિશ્ર્વની તમામ ટીમો સામે ધાક છે તે કીડી પર કંટક ની કહેવત યાદ કરાવે તેમ છે. ભારત ૧-૦ થી શ્રેણીમાં આગળ છે. અને હવે આખરી ટેસ્ટ ભારત કેટલા દિવસની રમત બાદ જીતી શકે તે જ પ્રશ્ર્નની ચર્ચા ચાહકો કરે છે.