ભારતના ચાર દિવ્યાંગ તૈરવૈયાઓની રિલે ટીમે 36 કિલોમીટર લાંબી ઇંગ્લિશ ચેનલ 12 કલાક 26 મિનિટમાં પાર કરીને રેકોર્ડ બનાવ્યો. ઇંગ્લિશ ચેનલ પાર કરનારી આ પહેલી એશિયાઇ ટીમ પણ છે.
કોઇએ મહેણા-ટોણાનો સામનો કરવો પડ્યો તો કોઇએ સરોવરમાં તરવાની પ્રેક્ટિસ કરીને ઇંગ્લિશ ચેનલ પાર કરવાની હિંમત ભેગી કરી. આ ટીમમાં મધ્યપ્રદેશના સત્યેન્દ્રસિંહ લોહિયા, રાજસ્થાનના જગદીશચંદ્ર તૈલી, મહારાષ્ટ્રના ચેતન રાઉત અને બંગાળના રિમો શાહ સામેલ હતા.અમરાવતીમાં રહેતા 24 ચેતન રાઉત જમણા પગમાં 50% સુધી દિવ્યાંગ છે. ચેતને જણાવ્યું, “પિતા સ્કૂલમાં પટાવાળા હતા. તરણકળા માટે તેમણે મને પુણે મોકલ્યો.
#WATCH: 2 Indian relay teams – 8 member Swim Life Albatross and 4 member team of para-swimmers – crossed English Channel yesterday. Swim Life Albatross crossed it in 14 hours & 52 minutes and the team of para-swimmers took 12 hours & 26 minutes to cross English Channel. #England pic.twitter.com/BQq0oRIvfb
— ANI (@ANI) June 25, 2018