બર્મીગહામમાં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સ માટે ભારતીય મહિલા ક્રિકેટ ટીમની જાહેરાત કરવામાં આવી છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે આ ગેમ્સ માટે 15 સભ્યોની ટિમની જાહેરાત કરી છે જેનું નેતૃત્વ ભારતીય સ્ટાર ઓલરાઉન્ડર હરમનપ્રિત કોર કરશે.
બર્મિંઘમાં રમાનારી કોમનવેલ્થ ગેમ્સ માટે બીસીસીઆઈએ ભારતીય મહિલા ક્રિકેટ ટીમની જાહેરાત કરી દીધી છે. 29 જુલાઈથી ટીમ ઈન્ડીયા પહેલી મેચ રમશે. કોમનવેલ્થ ગેમ્સ માટે જાહેર થયેલી ટીમ ઈન્ડીયામાં વડોદરાની યાસ્તિકા ભાટિયાને પણ સ્થાન મળ્યું છે.
ભારતીય મહિલા ક્રિકેટ ટિમ, હરમનપ્રીત કૌર (કેપ્ટન), સ્મૃતિ મંધાના (વાઇસ કેપ્ટન), શફાલી વર્મા, એસ મેઘના, તાનિયા સપના ભાટિયા (વિકેટકીપર), યાસ્તિકા ભાટિયા (વિકેટકીપર), દીપ્તિ શર્મા, રાજેશ્વરી ગાયકવાડ, પૂજા વસ્ત્રાકર, મેઘના સિંહ, રેણુકા ઠાકુર, જેમિમાહ રોડ્રિગ્સ, રાધા યાદવ, હરલીન દેઓલ, સ્નેહ રાણાને સ્થાન મળ્યું છે.
28 જુલાઈથી 8 ઓગસ્ટ દરમિયાન રમાશે કોમનવેલ્થ ગેમ્સ
કોમનવેલ્થ ગેમ્સ 28 જુલાઈથી 8 ઓગસ્ટ દરમિયાન રમાશે. ટીમની કમાન હરમનપ્રીત કૌરના હાથમાં છે જ્યારે સ્મૃતિ મંધાના ઉપ-કપ્તાનની જવાબદારી સંભાળશે. ભારતને આ મેચમાં ઓસ્ટ્રેલિયા, બાર્બાડોસ અને પાકિસ્તાનની સાથે ગ્રુપ-એમાં સ્થાન આપવામાં આવ્યું છે. આ સાથે જ ગ્રુપ બીમાં ઇંગ્લેન્ડ, ન્યૂઝીલેન્ડ, દક્ષિણ આફ્રિકા અને શ્રીલંકાનો સમાવેશ થાય છે.
ભારતીય મહિલા ક્રિકેટ ટીમ 29 જુલાઈએ ઓસ્ટ્રેલિયા સામે પહેલી મેચ રમશે
ભારતીય મહિલા ક્રિકેટ ટીમ પોતાની પ્રથમ મેચ 29 જુલાઈએ ઓસ્ટ્રેલિયા સામે, બીજી મેચ 31 જુલાઈએ પાકિસ્તાન સામે અને ત્રીજી મેચ 3 ઓગસ્ટે બાર્બાડોસ સામે રમવાની છે. ભારતની ત્રણ મેચો એજબેસ્ટોન અને બર્મિંગહામમાં રમાશે. પહેલી અને બીજી સેમીફાઈનલ 6 ઓગસ્ટે રમાશે. સાથે જ બ્રોન્ઝ મેડલ મેચ 7 ઓગસ્ટે યોજાશે. ફાઇનલ મેચ પણ 7 ઓગસ્ટે ડે-નાઇટ રમાશે.