અમેરિકામાં વસતા નટુભાઈ મોહનભાઈ સોલંકી દ્વારા બાલંભા ગામને દત્તક લેવામાં આવ્યું
મેન્ટલ રોડ પ્રોગ્રામના જગતભાઈ શાહ ગામના સંતો-મહંતો અને લોકોની હાજરીમાં આજથી કામનો પ્રારંભ
મેન્ટલ રોડ પ્રોગ્રામ દ્વારા અમેરિકામાં જગતભાઈ શાહ દ્વારા રોડ ડ્રાઇવ કરવામાં આવેલી જેમાં જગતભાઈ શાહ દ્વારા વાત કરવામાં આવેલ સ્માર્ટ વિલેજ બાલંભા માં પસંદગી થતા આજ રોજ મેન્ટલ રોડ પ્રોગ્રામ ના પ્રણેતા જગતભાઈ શાહ દ્વારા બાલંભા ખાતે પધારીને બાલંભા ગામ દત્તક લેતા અમેરિકા સ્થિત વર્ષોથી રહેતા નટુભાઈ મોહન ભાઈ સોલંકી જે ઓની જન્મભૂમિ બાલંભા હોય અને જગતભાઈએ તેમને બાલંભા દત્તક લઈ સ્માર્ટ વિલેજ માં બનવાનો સમાવેશ કરવામાં આવેલ જેથી જગતભાઈ શાહ દ્વારા આજે બાલંભા ગામની સ્થાનિક પ્રશ્નોની ઝીણવટ ભરી માહિતી મેળવી હતી ગામમાં શુ શુ સુવિધા મળવી જોઈએ અને ગામના સુ પ્રશ્ન છે તેને લઈને માહિતી મેળવી હતી.
ગામના વિદ્યાર્થી યુવાનો બહેનો અને વડીલો ઉપસ્થિત રહીને પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા જેથીગ્રામ્ય વિસ્તાર ખેડૂતો ઉપર આધારિત હોય છે ખેડૂતોએ પણ તેમના પ્રશ્નો રજૂ કર્યા હતા ખેડૂતોને પડતી પાણીપ્રશ્ન, અતિભારે વરસાદ પડવાથી નદી વિસ્તારના ખેડૂતોને થતી નુકસાની જેવા અનેક પ્રશ્નોથી ખેડૂતોએ જગતભાઈ શાહ સાથે પ્રશ્ન કર્યા હતા આ પ્રશ્નની ગંભીરતા લઈને સ્માર્ટ વિલેજ બાલંભામાં સમાવેશ થતાં તેના અનુલક્ષીને પ્રશ્નોનું નિરાકરણ 1000 દિવસની અંદર પૂર્ણ કરવામાં આવશે તેવું આશ્વાસન આપ્યું હતું.
મેન્ટલ રોડ પ્રોગ્રામ અંતર્ગત જગતભાઈ શાહ દ્વારા દેશના 20, હજાર કિ.મી ડ્રાઈવ કરીને અમેરિકાના 1500 એન.આર.આઈ.ને સંબોધિત કરેલ જે લોકો વર્ષોથી અમેરિકામાં વસવાટ કરે છે અને પોતાનું વતન નું ગામ દત્તક લઈને ત્યાં લોકોને સુવિધા મળે તે માટે દેશના વડાપ્રધાન ની એક પહેલ છે અને જગતભાઈ શાહ વડાપ્રધાનની ખુબ નજીકના હોય જેથી આ પ્રશ્ને ગંભીરતાથી લઈને વિદેશમાં વસતા ભારતીયોને આ બારામાં જાગૃત કરીને ગામ દત્તક લેવાની પ્રેરણા આપેલી આ પ્રેરણાને ઉદેશીને મૂળ બાલંભા ના વતની અને હાલ અમેરિકામાં વર્ષોથી સ્થાયી થયેલા નટુભાઈ મોહન ભાઈ સોલંકી એ પોતાનું ગામ બાલંભા સ્માર્ટ વિલેજ બાલંભા બનાવવા માટે મેન્ટલ રોડ પ્રોગ્રામ અંતર્ગત જગતભાઈ શાહ સામે પ્રસ્તાવ મૂક્યો જેથી જગતભાઈ શાહ દ્વારા આ ગામને સંપૂર્ણ સુવિધા મળે તે માટે આજે બાલંભા ગામ નાં લોકોને સાથે રાખીને સાથે રાખીને શેરી ગલીઓમાં ફરીને ગામનું રૂપરેખા અને કાયાપલટ કરવાનું આયોજન આજથી પ્રારંભ કરવામાં આવેલ છે.
આ આયોજનમાં ગામમાં વસતા 11 આગેવાનોની એક ટીમ બનાવીને પ્રશ્નોત્તરી બનાવેલ જે મુખ્યત્વે પ્રશ્નોને ગંભીરતાપૂર્વક લઈને તે પ્રશ્ન પૂર્ણ કરવામાં આવશે પ્રશ્નો મા ખેતી લક્ષી પ્રશ્નો વિદ્યાર્થી લક્ષી રોડ રસ્તા પાણી જેવી અનેક સુવિધાઓ લોકોને પૂરી પાડે અને ગામ દત્તક લેનાર ની પહેલ ને પૂર્ણ કરવા આવશે.
જગતભાઈ એ વધુમાં જણાવેલ કે અમેરિકામાં વસતા ભારતીયોને ભારત દેશના 62 ગામો દત્તક લીધેલ છે આ ગામોને કાયાપલટ કરવા માટે ૧૦૦૦ દિવસનો સમય ફાળવવામાં આવેલ છે અને આવતા દિવસોમાં આ તમામ ગામોની મુલાકાત લઈને આ કાર્ય પૂર્ણ કરવામાં આવશે જે અંતર્ગત આજ રોજ હું બાલંભા ની મુલાકાતે આવેલ છું અને બાલંભા સ્થાનિકો મારી સાથે રહીને તેમના પ્રશ્નોનું મને જણાવેલું અને આ પ્રશ્નોને લઈને હું મારી ટીમ દ્વારા આજથી 1000 દિવસ ની અંદર કાયા પલટ કરવાનું આયોજન બનાવવાનો પ્રારંભ કરી દેવામાં આવેલ છે.
આ કાર્યક્રમમાં બાલંભા રાધાકૃષ્ણ મંદિર ના મહંત શ્રી નિરંજન ભગત, ધારાસભ્યશ્રી પ્રવીણભાઈ મુછડીયા, મેન્ટલ રોડ પ્રોગ્રામ ના જગતભાઈ શાહ, જોડિયા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી જીવણભાઈ કુંભારવાડા, તાલુકા પંચાયત જોડિયા અને પૂર્વ પ્રમુખશ્રી જેઠાલાલ અઘેરા ગામના સરપંચશ્રી રમાબેન ખોલીયા, ઇશ્વરભાઇ ખોલયા, ગામના વતની અને બિલ્ડર ધીરુભાઈ ગાંગાણી, ગુજર ક્ષત્રિય કડીયા સમાજના પ્રમુખશ્રી જગમોહન ભાઈ સોલંકી, ઉપપ્રમુખ સેવા સમાજ કાંતિભાઈ રામપરીયા, પ્રમુખશ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા જ્ઞાતિ મંડળ બાલંભા બેચરભાઈ જાદવ, નરસીભાઇ સવાણી, જાદવજીભાઈ રાધવાણી, ચેતનભાઇ ચોથાણી કાંતિભાઈ પરમાર, દિલુભાઇ રામપરા જીવરાજભાઈ ચોથાણી શાંતિભાઈ રામાણી અને ગામના તલાટી મંત્રી રમેશભાઈ કાલાવડીયા, ની આગેવાનીમાં આ કાર્યક્રમનું આયોજન કરવામા આવેલ.
જગતભાઈ દ્વારા જણાવવામાં આવેલું છે ગયા વર્ષે હું જૂનથી સપ્ટેમ્બર દરમિયાન અમેરિકામાં 20,000 કિ.મી.નું ડ્રાઈવ કરીને ભારતના ૧૯ રાજ્યના 62 ગામ દત્તક લેવામાં આવેલ છે જેમાં ગુજરાતની અંદર ૧૨ ગામ લેવામાં આવેલા છે આખા ભારતમાં ૧૪મું ગામ બાલંભા છે જેનું કામ ચાલુ કરેલ છે અને બીજા ગામોનું નવેમ્બરમાં કામ ચાલુ કરી દેવામાં આવશે જે ગામને દતક લીધેલ છે તેમાં ઘણી બધી જગ્યાએ પૈસાની જરૂર પડતી નથી ત્યાં નોલેજ નો ઉપયોગ લઈને ગામ દત્તક લેનાર પાસે અમે જાણ કરીએ છીએ રાજ્ય સરકાર છે કેન્દ્ર સરકાર છે અને ભારતની અન્ય મોટી કંપનીઓના હોય છે અને એના કોન્ટેકમાં અમારી સંસ્થા છે એજ્યુકેશન માટે હેલ્થ કેર માટે એ સંસ્થાઓ મારી સાથે જોડાયેલી છે વિદેશ ઘણા બધા દાતાઓ છે તેઓ ખૂબ સમૃદ્ધ છે અને પોતાના વતનના ગામો ને સમૃદ્ધ બનાવવા માટે અસંખ્ય લોકો આજે આગળ આવી રહ્યા છે…