હવે તેમને રોકડ દંડ પણ નહીં થાય અને દેશનિકાલ પણ નહીં કરાય
આરબ દેશની રાજધાની કુવૈતમાં ગેરકાયદે રહેતા ભારતીયોને ‘રાજમાફી’ (એમ્નેસ્ટી) આપવાનો સરકારે નિર્ણય લીધો છે.
કુવૈતમાં સંખ્યા બંધ ભારતીય કામદારો ખાસ કરીને દક્ષિણ ભારતીય લોકો (તેલુગુ સમુદાય)મોટી સંખ્યામાં વિવિધ સેકટરમાં નોકરીઓ કરે છે. હવે તેમને કંપનીએ કામ કરાવી લીધા બાદ પૂરતો પગાર પણ આપ્યો ન હતો. ઉપરાંત તેમના વિઝાની મૂદત પણ રીન્યૂ કરાવી દીધી ન હતી આથી બિચારા મજબૂર ભારતીય કામદારોની હાલત કફોડી થઈ ગઈ હતી. કેમકે વિઝાની મુદત પૂરી થઇ જતા તેમના પર કુવૈતમાં ગેરકાયદે રોકાણનો સીધો આરોપ લાગે, રાજદ્રોહ ગણાય. આથી તેમને રોકડ દંડ તો ચૂકવવો જ પડે.
આ સિવાય ડીપોર્ટ પણ કરવામાં આવે મતલબ કે તત્કાલ દેશનિકાલ કરવામાં આવે હવે નિયમ એવો છે કે કોઈપણનાં પાસપોર્ટમાં ડીપોર્ટનો રેડ સ્ટેમ્પ લાગી જાય એટલે ભવિષ્યમાં તે વ્યકિતને કદી કોઈ દેશ વિઝા જ ન આપે. તેથી ડીપોર્ટ થયેલી વ્યકિતની હાલત બગડી જાય.
પરંતુ કુવૈતમાં ગેરકાયદે રહેતા ભારતીય કામદારોએ રાહતનો શ્ર્વાસ લીધો છે. કેમકે તેમને દંડ પણ ભરવો નહી પડે અને ડીપોર્ટ પણ નહી કરાય, તેમને ‘રાજમાફી’ આપવામાં આવી છે.