૨૦૧૮ના પ્રથમ નવ મહિનામાં દુબઇમાં રિયલ એસ્ટેટ ક્ષેત્રે ખૂબ જ મોટા રોકાણ કરવામાં આવ્યા છે જેમાં આશ્ર્વર્યની વાત એ છે કે રોકાણકારોમાં ભારતીય રોકાણકારો મોખરે આવ્યા છે જેનું સંશોધન દુબઇ લેન્ડ ડેવલોપમેન્ટ દ્વારા કરવામાં આવ્યું હતું. દુબઇ લેન્ડ ડિપાર્ટમેન્ટે જણાવ્યું હતું કે ભારતીય ખરીદદારોએ અરબ એમિરેટ્સના રિયલ એસ્ટેટ સતત વિદેશી રોકાણકારો આવ્યાં છે
જે તેનાં વિહ્યુત્મકસ્થાન, ઉચ્ચ રોકાણ, ભાડા ઉપજ તથા મૂડી પ્રશંસાના નિયમોને આર્કષક બનાવ્યાં છે વધુમાં તેઓએ જણાવ્યું હતું કે આ આંકડાઓ આગામી ડીએલડીના વાર્ષિક ચોથા દુબઇ પ્રોપર્ટી કે જે ૭ થી ૯ ડિસેમ્બર મુંબઇમાં આવી રહ્યું છે ત્યાંથી આગળ વધારવાં ધારણાં સેવાઇ રહી છે. જાણીતા વિકાસ કર્તાઓની ભાગીદારી સાથે વિશિષ્ટ દુબઇ રિયલ એસ્ટેટનું પ્રદર્શન યોજવામાં આવશે જેમાં અજાયબીયો અનેક વિશેષતાઓથી સુસજ્જ પ્રોપર્ટી તમામનું યોજવામાં આવશે. આ એક્ઝિબિશન લંડન અને ચાઇનામાં પણ યોજાયું હતું.
દુબઇમાં ભારતીયો છેલ્લાં ઘણાં દસકાથી રહી રહ્યાં છે અને ત્યાંની આર્થિક સ્થિતિ અને વિકાસમાં મહત્તમ સિંહફાળો આપ્યો છે. ભારતીયો માટે દુબઇમાં પણ ઘર જેવી અનુભૂતી કરે છે જેના કારણે દુબઇમાં આર્થિક વિકાસ તથા વિકાસના નવા દ્વારો ખૂલ્યાં છે.