ભારતને ભલે કોલ સેન્ટરનું હબ માનવામાં આવતું હોય, પરંતુ હકિકત ખૂબ જ અલગ છે. બીપીઓના કર્મચારીઓ ખૂબ જ તણાવમાં રહેતા હોય છે. વિદેશમાંથી આવતા કોલ્સમાં તેમને ગાળો સાંભળવી પડે છે.
તેમને જાતિ ઉપર ગાળો ભાંડવામાં આવે છે. ઉપરાંત અમેરિકા જેવા દેશના ગ્રાહકો ભારતીય કર્મચારીઓને જોબ ચોર પણ કહે છે. જે બીપીઓ કર્મચારીઓના તણાવનું કારણ બની જાય છે.
પશ્ર્ચિમના દેશોમાં આવેલી મંદી બાદ તેઓનું ભારતીયો પ્રત્યેનું વર્તન બદલાઇ ગયું છે. કોલ સેન્ટરમાંથી કોલ આવે ત્યારે તેમને લાગે છે કે ભારતીયો તેમની રોજગારી છીનવી લેશે.
દરરોજ કોલસેન્ટરમાં કર્મચારીઓને એકથી બે ગાળો ખાવી જ પડતી હોય છે. ટ્રમ્પે અમેરિકાનું રાષ્ટ્રપતિ પદ સાંભળ્યા બાદ રંગભેદી ગાળો પણ વચી ગઇ હોવાનું માનવામાં આવી રહ્યું.