વર્તમાન સમયમાં ભારતનો ડંકો આખી દુનિયામાં વાગી રહ્યો છે ભારતનો એક બાજુ દુનિયામાં સૌથી વધુ અંગ્રેજી ભાષા બોલવામાં બીજો નંબર આવે છે. તો બીજી બાજુ ઓક્ફોર્ડ ડિક્શનરીએ ભારતીય ભાષાને સન્માનીત કરવા વિવિધ માતૃભાષામાંથી ૭૦ શબ્દોને તેના શબ્દકોષમાં સ્થાન આપ્યું છે ઓક્સફોર્ડ ડિક્શનરીએ ભારતીય ભાષાનાં દૈનિક વ્યવહારમાં બોલચાલમાં લેવાતા ૭૦ શબ્દોને નવી એડિશનમાં સ્થાન આપ્યુ છે. આ શબ્દોને જાણીને તમને પણ ખુશી થાશે કે કારણ કે એ તમામ શબ્દો રોજને રોજ ક્યાંક તમે ઉપયોગમાં લેતા હશો. ઓક્સફોર્ડ અંગ્રેજી ડિક્શનરીના એડિટર ડેનિકા સાલાઝાર પ્રમાણે ભારતીય ભાષાઓમાં સંબંધો, ઉંમર, લીંગને સંબોધીત કરવા માટે મોટી માત્રામાં યોગ્ય શબ્દો મળી જાય છે. અને તેનો અહેસાસ પણ ખૂબ સુંદર રીતે થઇ શકે છે. તો આવો જોઇ કેટલાંક એવા શબ્દો જેનો સમાવેશ ઓક્સફોર્ડ ઇંગ્લીશ ડિક્શનરીમાં થયો છે.
અચ્છા, અબ્બા, અન્ના, બડા, બસ, બાપુ, ભિન્ડી, દાદાગીરી, ગુલ્લી, ગુલાબ, ગુલાબ જામુન, કિલા, સેવક, ટપ્પા, વાદા, મિર્ચ, મિર્ચ મસાલા, નિવાસ, સૂર્ય નમસ્કાર, નગર, ઝુગ્ગી, નમકીન, નાટક ફંડા, ચમચા, દેવી જેવા શબ્દો છે જે હવેથી ઓક્સફોર્ડની ડિક્શનરીમાં જોવા મળશે આ પહેલાં પણ ઓક્સફોર્ડ ડિક્શનરીએ આશરે ૯૦૦ જેટલા ભારતીય શબ્દોને સ્થાન આપી સન્માનિત કર્યા છે. આ ઉપરાંત ઓક્સફોર્ડ ડિક્શનરી દર વર્ષે માર્ચ, જુન, સપ્ટેમ્બર અને ડિસેમ્બરમાં અપડેટ કરે છે.