વિમેન્સ વર્લ્ડ કપમાં ઈગ્લેન્ડનાં ૨૨૮ સામે ભારતનાં ૨૧૯ રન

 

હારે લેકિન શાન સે. ઈગ્લેન્ડને મજબૂત ટકકર આપી ભારતની માત્ર ૯ રને વીમેન્સ ક્રિકેટ વર્લ્ડ કપમાં હાર થઈ હતી જી હા ભારતીય મહિલા ક્રિકેટ ટીમના અરમાનો પર પાણી ફેરવી ઈગ્લેન્ડની ટીમ ચોથી વખત વર્લ્ડ ચેમ્પીયન બની હતી.

મહિલા ક્રિકેટ વર્લ્ડ કપની ફાઈનલ મેચમાં ઈગ્લેન્ડની ટીમે નતાલી સ્કીવરનાં ૫૧ રન અને સરા ટેબરના ૪૫ રનની મદદથી નિર્ધારિત ૫૦ ઓવરમા ૭ વિકેટ ગૂમાવી ૨૨૮ રન બનાવ્યા હતા. ભારત તરફથી ઝૂલન ગોસ્વામીએ ૧૦ ઓવરમાં ૨૩ રન આપી ૩ વિકેટ ઝડપી હતી ત્યારે પૂનમ યાદવે ૨ વિકેટ અને રાજેશ્વરી ગાયકવાડે ૧ વિકેટ ઝડપી હતી ૨૨૯ રનના જવાબમાં ભારતીય ટીમનો મજબૂત પ્રારંભ બાદ ધબડકો થતા ૨૧૯ રનમાં ઓલ આઉટ થઈ ગઈ હતી.

હરમનપ્રીત ૫૧ રન બનાવી આઉટ થયા બાદ પૂનમ અને વંદા કૃષ્ણમૂર્તિ ૫૨ જવાબદારી આવી ગઈ હતી બંને ટીમ વિજય તરફ જઈ રહ્યા હતા પૂનમ ૮૬ રને આઉટ થઈ હતી પણ ઉપરા ઉપરી ૩ વિકેટ પડતા ભારતીય ટીમ દબાણમાં આવી ગઈ હતી. ભારતને જીત માટે ૧૧ રનની જ‚ર હતી ત્યારે ઈગ્લેન્ડે ભારતનાં હાથમાંથી વિજય છીનવી લીધો હતો.

સેમી ફાઈનલમાં ઓસ્ટ્રેલિયાને હરાવ્યા બાદ ભારતીય ખેલાડીઓનો વિશ્ર્વાસ બુલંદ હતો. આમાં તેઓ ઉપરાઉપરી વિકેટ ગુમાવ્યા બાદ અંતિમ ખેલાડીઓ દબાણમાં આવી ગયા હતા કેમકે રન કરતા બોલ વધુ હતા અગર હરમનપ્રીત ટકી ગઈ હોત તો વાત કંઈક જુદી હોત.

ઈગ્લેન્ડના ૨૨૮ રન સામે ભારતે ૨૧૯ રન બનાવ્યા હતા ભારતે છેલ્લી ૭ વિકેટ માત્ર ૨૮ રનમાં ગુમાવી હતી. શ્રુબસોલે ૪૬માં ૬ વિકેટ લીધી હતી.


 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.