ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ક્રિકેટ વર્લ્ડકપમાં ઈંગ્લેન્ડ સામે 12 વર્ષ જીત મળી હતી. ભારતે આ મેચ 35 રને વિજય થયો. ભારતે પ્રથમ બેટિંગ કરતાં ત્રણ વિકેટે 281 રન કર્યા હતા જેમાં સ્મ્રિતી માંધાનના 72 બોલમાં 90, પુનમ રાઉટના 86 અને કેપ્ટન મિતાલી રાજના 71 રન બાદ અસરકારક બોલિંગ તેમજ ફિલ્ડિંગને સહારે ભારતે યજમાન ઈંગ્લેન્ડ સામેની મેચમાં 281 રન નોંધાવ્યા હતા તેના જવાબમાં દીપ્તિ શર્માએ ત્રણ અને શ્રુતિ પાંડેએ બે વિકેટ લઈ ઈંગ્લેન્ડ 47.3 ઓવરમાં 246 રન જ કરી શકી હતી. ભારતની લાજવાબ ફિલ્ડિંગને કારણે ઈંગ્લેન્ડની ચાર બટ્સમેન રન આઉટ થઈ હતી.
આ સાથે ભારતે 28 માર્ચ 2005ના રોજ પ્રિટોરિયામાં રમાયેલી વર્લ્ડકપમાં મેચમાં ઈંગ્લેન્ડ સામે સાત વિકેટથી જીત્યું હતું. જ્યારે ઓવરઓલ ભારતનો ઈંગ્લેન્ડ સામે 2012 પછીનો પ્રથમ વિજય છે. છેલ્લે ભારતની મહિલા ટીમ જુલાઈ 2012ના રોજ ટાઉન્ટોન ખાતે ઈંગ્લેન્ડને 14 રનથી હરાવ્યું હતું.
મિતાલી રાજનો વર્લ્ડ રેકોર્ડ
ભારતીય કેપ્ટન મિતાલી રાજે ઈંગ્લેન્ડ સામેની વર્લ્ડકપમાં આક્રમક બેટીંગ કરીને 73 બોલમાં 8 ચોગ્ગા સાથે 71 રન ફટકાર્યા હતા. આ સાથે તેને આંતરરાષ્ટ્રીય વનડેમાં સતત સાતમી ઇનિંગમાં અર્ધસતક મારી હતી અને આ સિદ્ધિ મેળવનારી તે વિશ્વની સૌપ્રથમ મહિલા ક્રિકેટર બની ગઈ હતી.