સોશિયલ નેટવર્કીગ સાઇટ ફેસબુકે ભારતીય યુઝર્સ માટે એક નવુ ફીચર લાવ્યુ છે આ ફીચરથી બ્લડ ડોનેશન માટે ફેસબુક પર રજીસ્ટ્રેશન કરાવી શકશે. આ ફીચર ફેસબુકે એક ઓક્ટોબરથી લાઇવ કરી દીધુ છે.
ફેસબુકના જણાવ્યા અનુસાર યુઝર્સ સોશિયલ મિડિયા દ્વારા બ્લડ ડોનર જો કે સંપર્કમાં રહેવાની કોશિશ કરશે. જાણવા મળ્યુ છે કે ભારતમાં સુરક્ષિત બ્લડની અછત ઉભી થાય છે. આ સ્થિતિને જોતા ફેસબુકે તેનુ ફીચર લોન્ચ કર્યુ છે. આ ફીચર લાગુ પડતાની સાથે જ બ્લડ ડોનર હોસ્પિટલ અને દર્દીઓ સાથે આશાનીથી કોન્ટેક કરી શકે છે.સાથે જ નજીકમાં રહેલા બ્લડ ડોનરનો સંપર્ક પણ કરી શકાશે.
આ ફીચર ફેસબુકની મ્યુઝિકફીડમાં દેખાઇ છે. જેમાં ક્લીક કરતા જેમાં યુઝર્સ બ્લડ ડોનેશન માટે રજીસ્ટ્રેશન કરી શકે છે. આ ફીચરની પ્રાઇવસી આપ આપની જાતે સેટ કરી શકો છો. બાય ડીફોલ્ટ આ only meપણ રહેશે. આ ફીચર સૌથી પહેલા એન્ડ્રોઇડ અને મોબાઇલ વેબ પર બહાર પાડવામાં આવ્યું છે.