૨૦૧૮માં ભારતીય યુઝર્સને આવતા ફોન કોલ્સમાં ૬ ટકા જેટલા સ્પામ કોલ્સ નોંધાયા
રોંગનંબરથી છુટકારો મેળવવાની વાત તો દૂર છે પરંતુ કેટલીક વખત અજાણ્યા કોમર્શીયલ કોલ્સ અનેમેસેજથી કંટાળી લોકો કંપનીમાં આ પ્રકારના કોલ્સ બંધ કરાવવા પહોંચતા હોય છે. ઘણી વખત કોલ સેન્ટરો દ્વારા લોકોને ફોન કરીનેતેની ખાનગી વિગતો મેળવવા માટે લોભામણી સ્કીમો આપતા હોય છે. ભારતસૌથી મોટુ મોબાઈલ ટેલીકોમ માર્કેટ ધરાવે છે.
ત્યારે ટેલીકોમ કંપનીઓથીલઈ મોબાઈલ મેન્યુફેકચરોની પણ ભારતના માર્કેટ પર વોચ રહેતી હોય છે. મંગળવારે ટ્રુકોલરની ઈન્સાઈટની સ્પેશીયલ રિપોર્ટમાં સામે આવ્યું હતું કે,દુનિયાભરમાં બીજા નંબરે સૌથી વધુ સ્પામ કોલ્સ રીસીવ કરવામાં ભારત મોખરેછે.
ભારતીયો દ્વારા ઉપાડવામાં આવતા કુલ ફોન કોલ્સમાંથી ૬ ટકા કોલ્સ સ્પામ એટલે કે ખોટા હોય છે. ઘણી વખત બનતું હોય છે કે, ફોન કોલ્સ ઉપર શેરબજાર, બેંક અકાઉન્ટ અથવા ઈ-મેઈલ જેવી માહિતી મેળવીને લોકો લાખોની ઠગાઈ કરતા હોય છે. જેમાં દેશના લોકોને સૌથી વધુ આ પ્રકારના ખોટા ફોન કોલ્સ આવે છે. ખોટો ફોન કોલ્સ રીસીવ કરવામાં બ્રાઝીલ પહેલા નંબરે છે. વર્ષ ૨૦૧૮માં એવરેજ ભારતીય યુઝર્સ મહિના દરમિયાન ૨૨ સ્પામ કોલ્સ રીસીવ કરે છે.