ચીન ખાતે યોજાનારી
આગામી તારીખ 28.7.2023 થી 8.8.2023 સુધી ચેન્ગડું, ચીન ખાતે યોજાનાર વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સ માટે ટેબલ ટેનિસ રમત માટેની ભારતીય ટીમમાં રાજકોટના ખેલાડી જયનીલ મહેતા કે જેઓ મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટી, ભાવનગરમાં અભ્યાસ કરી રહેલ છે, તેમની ભારતીય પુરુષ ટીમમાં માં પસંદગી પામી ઉત્કૃષ્ટ પ્રદર્શન કરેલ છે .
ચંદીગઢ ખાતે તારીખ 12.6.2023 અને 13.6.2023 દરમિયાન યોજાયેલ સિલેક્શન ટ્રાયલમા જયનીલ મહેતાએ ગ્રૂપ મેચમાં અક્ષિત સાવલા સામે 3-2થી, રૂપમ સામે 3-0 વિજય મેળવી ક્વોલિફાયથયેલ. પ્રિક્વાર્ટરફાઈનલમાં નિખિલ સૈનિ સામે 3-0 થી, ક્વાર્ટર ફાઈનલમાં નમન મહેરા સામે 3-0થી જીત મેળવી સેમિફાઇનલમાં પ્રવેશ કરેલ. સેમિફાઇનલમાં વેસલી સામે 1-3 થીઅને ત્રીજાઅનેચોથા સ્થાન માટેનાં મેચમાં જેહો સામે 0-3 થી પરાજય પામી ચોથું સ્થાન પ્રાપ્તકરી પુરુષોની ભારતીય ટીમમાં સ્થાન પ્રાપ્ત કરેલછે.
જયનીલ મહેતા રાજકોટ ના વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘ અને રાજકોટ ડિસ્ટ્રિક્ટ દ્વારા સંચાલિત નિશુલ્ક કોચિંગ કેમ્પમાં નિયમિત પ્રેક્ટિસ કરે છે. આ અગાઉ તેઓએ અંડર 19 માં ગુજરાત રાજ્ય નું પ્રતિનિધિત્વ કરતાં ટીમ નેશનલ શૂળ ગેમ્સ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતેલ છે તેમજ છેલ્લા સાત વર્ષથી સ્કૂલ નેશનલ તેમજ જૂનિયર અને સીનિયર નેશનલ ચેમ્પિયનશિપમાં ગુજરાત વતી રમે છે અને સાતત્યપૂર્ણ પ્રદર્શન કરી રહેલ છે.
તેમની આ સિદ્ધિ બદલ રાજકોટ રેલવે ડિવિજનના મેનેજર અનિલકુમાર જૈન, રમત ગમત અધિકારી કેપ્ટન રમેશચંદ મીણા, ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ અસોશિએશન ના સેક્રેટરી કુશલ સાંગતની, બ્રહ્મ સમાજના અગ્રણી કશ્યપભાઈ શુક્લ, દર્શિતભાઈ જાની, વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘ તેમજ રાજકોટ ડિસ્ટ્રિક્ટ ટેબલ ટેનિસ અસોશિએશનના સેક્રેટરી હિરેનભાઇ મહેતા, પ્રમુખ હિતેશભાઇ બગડાઈ, જોઇન્ટ સેક્રેટરી કિરણભાઈ ભટ્ટ, મનીષ મેહતા, અશ્વિન રાઠોડ, એચ પી ચૌહાણ, ચંદ્રેશ રાઠોડ, બ્રિજેશ આચાર્ય, અંકિત મહેતા, સ્વપ્નિલ મહેતા, જાકીર જામ, રસિક વ્યાસ,, વિક્રમસિંહ સરવૈયા, અવની ઓઝા સહિતના એ અભિનંદન તથા શુભેચ્છાઓ પાઠવેલ છે.