સૈન્ય ૧૩,૦૦૦ કરોડનો કરશે ખર્ચ: ૪૬૪ ટેન્કો ખરીદવા માટે તૈયારીઓ આરંભી
વિશ્ર્વની સૌથી ત્રીજા નંબરની શકિતશાળી સેના બનવા તરફ આગળ વધી રહેલી ભારતીય સેના પાકિસ્તાન મોરચે સૈન્યનાં બાવડાને વધુ બળવાન બનાવવા રશિયન બનાવટી ટેન્કથી સૈન્યને સજજ બનાવી રહ્યું છે. ભારતીય સેના દ્વારા ૧૩,૪૪૮ કરોડનાં ખર્ચે ૨૦૨૨ થી ૨૦૨૬ દરમિયાન રશિયન બનાવટી ભીષ્મ ટેન્કની ૪૬૪ ટેન્કો ખરીદવા માટે તૈયારીઓ આરંભી છે.
પાકિસ્તાન રશિયા સાથે આવી ૩૬૦ ટેન્કો માટે વાત ચલાવી રહી છે. ભારતનાં સંરક્ષણ મંત્રાલય દ્વારા સૈન્યમાં ૪૬૪ ટેન્કો સામેલ કરવાનાં નિર્દેશો આપવામાં આવ્યા છે. શસ્ત્ર ઓડર્નન્સ ફેકટરી બોર્ડ દ્વારા મુકવામાં આવેલી આ દરખાસ્તને કેબિનેટ મંત્રાલય સમિતિએ મંજુરી આપી દીધી છે. સેના પાસે હાલ ૧૦૭૦ ટેન્ક ઉપરાંત ૧૨૪ અર્જુન ટેન્ક, ૨૪૦૦ જુની ટેન્કની સગવડ છે ત્યારે ભારતીય સૈન્યએ ૮૫૨૫ કરોડનાં ખર્ચે ૨૦૦૧માં રશિયાથી મંગાવેલી ટેન્કો કાર્યરત છે અને વધુ ૮૦૦૦ ટેન્કો બનાવવાનું કામ ચાલુ છે. ભારતની ૧૫ લાખની શકિતશાળી સેનાને વધુ મજબુત બનાવવા માટે શાંતિપૂર્ણ રીતે દેશ આગળ વધી રહ્યો છે. સેનાનાં અધ્યક્ષે જાન્યુઆરીમાં જાહેરાત કરી હતી કે, નવી આઈબીજીએમ સિસ્ટમ ફેબ્રુઆરી માસમાં કાર્યરત થઈ જશે ત્યારપછી મે મહિનામાં તેનું પરીક્ષણ કર્યા બાદ પુલવામા હુમલા બાદ બદલવાના વાતાવરણનાં કારણે આ કવાયત પર રોક મુકવામાં આવી છે. પાકિસ્તાન દરેક મોરચે તેની સૈન્ય શકિત વધારી રહ્યું છે. તેની પાસે ચાઈનીઝ મુળની ૫૦ ટેન્કો છે તે વધુ પ્રકારની રશિયન ટેન્ક અને ચીનની મદદથી નવી ટેન્કો બનાવવાનું આયોજન કરીરહ્યું છે.