રેલવેના આંતરમાળખાકીય વિકાસને વેગવાન બનાવવા સ્થાનિક જરૂરિયાતો પૂરી કરવા સ્પેરપાર્ટસ આયાત કરાશે
હિન્દી ચીની ભાઈ આંતરરાષ્ટ્રીય વેપાર ઉદ્યોગોને સરહદના કેટલાક મુદ્દાઓને લઈને ભારત અને ચીનને સામસામે ગણવામાં આવે છે ત્યારે સ્થાનિક જરૂરિયાતોને પૂરી પાડવા માટે ચીનના સહયોગની આવશ્યકતા ને પણ અપનાવાય રહી હોય તેમ રેલવેના વિકાસ માટે કંપનીઓને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે.
ભારતીય રેલ્વેએ હોંગકોંગ સ્થિત ફર્મ, ને રૂ. 500 કરોડથી વધુની કિંમતના એક્સેલ અને વ્હીલ્સના સપ્લાય માટે ત્રણ ટેન્ડરો મંજૂર કર્યા છે. આ વસ્તુઓ ચીનમાં બનાવવામાં આવશે અને સ્થાનિક જરૂરિયાતને પહોંચી વળવા ભારતમાં આયાત કરવામાં આવશે. પર ઉપલબ્ધ દસ્તાવેજો અનુસાર, મે અને જૂનમાં ટેન્ડર આપવામાં આવ્યા હતારેલ્વે ની સ્થાનિક જરૂરિયાતોને ધ્યાને લઈ અધૂરા પ્રોજેક્ટ જલ્દીથી પૂરા કરવા માટે સ્થાનિક કંપનીઓ પાસેથી માલ મેળવવા માટે સમયની પ્રતિક્ષા કરવાના બદલે જરૂરી ચીજ વસ્તુઓની આયાત કરવા માટે તંત્રએ કમરકસી છે પ્રારંભિક તબક્કામાં ચીનની કંપનીઓને પૈડા અને એક્સલ બનાવવાનો કોન્ટ્રાક્ટ આપ્યો છે બીજા શબ્દોમાં કહીએ તો હવે ભારતની ટ્રેનો રફતાર માટે ચીનના પૈડાનો ઉપયોગ કરશે.