એશિયા કપમાં ભારતીય ટીમનું પ્રદર્શન અનેક પ્રશ્નો ઊભા કર્યા છે ત્યારે ટી 20 વિશ્વ કપ પૂર્વે ભારતીય ટીમ તેની પ્લેગિં ઇલેવન અને બેંચ સ્ટ્રેન્થને વધુ મજબૂત બનાવે તે એટલું જ જરૂરી છે. અત્યાર સુધી ટી ટ્વેન્ટી વિશ્વકપને ધ્યાને લઈ ભારતીય ટીમએ અનેક બદલાવ કર્યા છે જેના ભાગરૂપે ભારતીય ટીમને ઘણી તકલીફનો સામનો કરવો પડ્યો છે. ભારતીય ટીમની સ્થિતિ એ છે કે જે રીતે મ્યુઝિકલ ચેરની રમત રમાતી હોય તે રમત હાલ ભારતીય ટીમ માટે પૂરી થઈ ગઈ છે અને હવે ટીમે મ્યુઝિક ઉપર એટલે કે યોગ્ય દિશા ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું એટલું જ જરૂરી છે.
વધુ પાંખો ફેલાવતા, ટીમ કોમ્બિનેશન જોખમી બની ગયું !!!
અત્યાર સુધી ભારતીય ટીમ એ જે પણ બદલાવો કર્યા છે તે વિશ્વ કપને કર્યો છે બીજી તરફ વધુને વધુ ઓપ્શન બેંચમાં રાખવાના કારણે ટીમ કોમ્બિનેશન ઉપર પણ ઘણા પ્રશ્નો ઊભા થયા છે ત્યારે ભારતે વિશ્વકપને ધ્યાને લઈ ઓલ રાઉન્ડર ખેલાડીઓની પરખ કરવી ખૂબ જ જરૂરી છે અને ટીમ કોમ્બિનેશનને મજબૂત બનાવવું એ એટલું જ આવશ્યક છે. ભારતીય ટીમ માટે મિડલ ઓર્ડર બેટિંગ લાઇન અપ અને બોલિંગ સૌથી મોટો ચિંતાનો વિષય બન્યો છે ત્યારે ઓસ્ટ્રેલિયા ખાતે રમાના ટી2ં0 વિશ્વ કપ માટે સારા એવા અને જે પોતાનું ઉત્કૃષ્ટ પ્રદર્શન આપી શકે તેવા ખેલાડીઓની પસંદગી કરવી તે હાલ ભારતીય ટીમ માટે એક સૌથી મોટી ચેલેન્જ હોય તેવું સામે આવી રહ્યું છે.
ભારતીય ટીમએ હાલ એશિયા કપ માટે પોતાની બેન્ચ સ્ટ્રેન્થનો પૂરતો ઉપયોગ કર્યો પરંતુ જે સફળતા મળવી જોઈએ તે મળી શકી નથી . બીજી તરફ ટીમનો એ મુદ્દો એ પણ સતત વિચાર કેન્દ્રીત થતો હતો કે એશિયા કપની ફાઇનલમાં જો ભારતીય ટીમ જે કોમ્બિનેશન સાથે પહોંચે તે જ કોમ્બિનેશનને વિશ્વ કપ સુધી આગળ વધારવા માટે ઉપયોગમાં લેવાય. ટીમ ઈન્ડિયા એશિયા કપ-2022ની ફાઇનલમાં પણ પહોંચી શકી નથી. ભારતીય ટીમ મોટી ટૂર્નામેન્ટમાં સતત ફ્લોપ થઈ રહી છે, તેથી ટીકા વધી રહી છે. ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ રાહુલ દ્રવિડ દ્વારા કરવામાં આવી રહેલા પ્રયોગો પણ સવાલોના ઘેરામાં છે, આ દરમિયાન તેણે એક ઈન્ટરવ્યુ આપ્યો છે. જેમાં આ બધા સવાલો અંગે જવાબો આપ્યા છે. ટીમ ઈન્ડિયાએ ઘણા પ્રયોગો કર્યા છે, ઘણી સીરીઝમાં સિનિયર્સને આરામ આપવામાં આવ્યો હતો. અલગ-અલગ સિરીઝમાં કેપ્ટન પણ બદલવામાં આવ્યા છે, આ ટી20 વિશ્વકપ તૈયારીઓને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યું છે. જો કે આ રણનીતિ પર પણ અનેક સવાલો ઉભા થયા છે. રાહુલ દ્રવિડના કોચ બન્યા બાદ ટીમ ઈન્ડિયાએ ઘરઆંગણે મોટાભાગની શ્રેણી જીતી છે. ટીમ ઈન્ડિયા સાઉથ આફ્રિકામાં સિરીઝ હારી ગઈ, સાથે જ ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ મેચ પણ હારી ગઈ. જો યથાવત આ પરિસ્થિતિ રહી તો વિશ્વ કપમાં ભારતનું જીતવું ખૂબ જ કપરું સાબિત થશે.
ટી-20 વિશ્વ કપમાંથી રવિન્દ્ર જાડેજા ‘આઉટ’ !!!
ટીમના ઓલ રાઉન્ડર રવિન્દ્ર જાડેજા ને ઇજા પહોંચતા તે ટી ટ્વેન્ટી વિશ્વ કપમાંથી બહાર થઈ ચૂક્યો છે અને તેના ઘણા પ્રત્યાઘાતો પણ ભારતીય ટીમ ઉપર પડ્યા છે. એશિયા કપ દરમિયાન રવિન્દ્ર જાડેજાએ અનેક એવી પ્રવૃત્તિઓ કરી હતી જેના પગલે તેને ઇજા પોહચી છે. એડવેન્ચર એક્ટિવિટીના ભાગરૂપે તેણે પોતાની જાતને અમુક પ્રકારના સ્કી-બોર્ડ પર સંતુલિત કરવાનો પ્રયત્નો કર્યા હતા, પરંતુ પગ લપસી જતા તેના ઘૂંટણને ખરાબ રીતે ઇજા થઇ અને સર્જરીની જરૂર પડી હતી. રવિન્દ્ર જાડેજાની અવેજીમાં અક્ષર પટેલને સ્થાન આપવામાં આવે તો નવાઈ નહીં પરંતુ જાડેજાને જે ઈજા પહોંચી છે તે ભારતીય ટીમ માટે સહેજ પણ સારા સમાચાર નથી.