પાકિસ્તાનમાં જવા પર જો સરકાર રોક મુકશે તો એટીએફ ભારત ઉપર બે વર્ષનો પ્રતિબંધ લાદી શકે છે
અખિલ ભારતીય ટેનીસ સંઘના મહાસચિવ હિરોમય ચેટર્જીએ ભરોસો આપતા જણાવ્યું હતું કે, ભારતની રાષ્ટ્રીય ટીમ પોતાના ડેવીસ કપ મુકાબલા માટે પાકિસ્તાનની યાત્રા કરશે ત્યારે આ પ્રવાસને બંધ રાખવા વિશ્વ સંચાલન કરતી સંસ્થા આઈટીએફ બે વર્ષને નિલંબનને સહન કરવું પડે તેમ છે. કવોલીફાય મેચની વાત કરવામાં આવે તો ઈટલી સામે હાર્યા બાદ પોતાના ગ્રુપમાં રેલીગેટ થવાથી ભારતને એશિયા, ઓશિયાના ગ્રુપ-એના મુકાબલા માટે પડોશી દેશની ધરતી પર મુકાબલો લડવો પડશે.
ભારતીય ક્રિકેટ ટીમને ૨૬/૧૧ મુંબઈ આતંકી હુમલા પછી વિદેશ મંત્રાલયે કોઈપણ દ્વિપક્ષીય મુકાબલા માટે પાકિસ્તાનની યાત્રા કરવાની અનુમતી આપવામાં આવતી ન હતી પરંતુ હિરોમય ચેટર્જીએ જણાવ્યું હતું કે, ટેનીસમાં આ પ્રકારની કોઈપણ સમસ્યા ઉદ્ભવીત નહીં થાય. વધુમાં તેઓએ સ્પષ્ટ મંતવ્ય આપતા કહ્યું હતું કે, આતંરરાષ્ટ્રીય ઓલમ્પીંક પરિષદ પાસેથી માન્યતા પણ મળેલી છે. કારણ કે, ટેનીસ ઓલમ્પીંકની રમત છે અને ઓલમ્પીંક એક જુટતાના કાર્યક્રમ અનુસાર કોઈપણ સંસ્થા આઈઓસી અંતર્ગત રહેતી હોય ત્યારે તેઓએ તમામ પ્રતિયોગીતામાં ભાગ લેવો પડતો હોય છે અને મુકાબલો ટેનીસનો વિશ્વકપ છે.
વધુમાં ચેટર્જીએ જણાવ્યું હતું કે, ક્રિકેટનું સંચાલન સ્વાયત સંસ્થા બીસીસીઆઈ કરે છે અને ક્રિકેટ એક ઓલમ્પીંકની રમત નથી જેથી ક્રિકેટ અને ટેનીસ વચ્ચેના જે નિયમો અને જે નિર્ણયો લેવામાં આવતા હોય છે તેમાં કોઈ સમાનતા રહેતી નથી. ત્યારે જો ભારતીય ટીમ પાકિસ્તાન ટેનીસ મુકાબલો રમવા નહીં જાય તો આંતરરાષ્ટ્રીય ટેનીસ મહાસંઘ ભારતને બે વર્ષ માટે પ્રતિબંધીત પણ કરી શકશે. ત્યારે પાકિસ્તાનને પણ ભુવનેશ્વરમાં હોકી વર્લ્ડકપમાં એશિયા ખેલોમાં ભાગ લીધો હતો. ત્યારે જો પાકિસ્તાન ભારતની ધરતી ઉપર આવી શકે તો ભારતીય ટેનીસ ટીમ પાકિસ્તાન શુકામ ન જઈ શકે જેથી વિદેશ મંત્રાલયે પણ પાકિસ્તાનને ભારતમાં આવવાની અનુમતી આપી હતી તો ભારતીય ટીમને શુકામે અનુમતી આપવામાં ન આવે તે પણ એક ચર્ચાનો વિષય બન્યો છે.
ચેટર્જીના જણાવ્યાનુસાર તેમના દ્વારા ટેનીસ ટીમને પાકિસ્તાન રમવા જવા દેવા માટે આવેદન પણ આપશે અને તેઓએ ભરોસો વ્યકત કર્યો હતો કે, સરકાર તેના આવેદનને માન્ય રાખી ભારતીય ટેનીસ ટીમને પાકિસ્તાન ડેવીસ કપ મુકાબલો રમવા જવા માટે મંજૂરી પણ આપશે. પાકિસ્તાને માર્ચ ૧૯૬૪ પછી ડેવીસ કપ મેચ માટે તેઓએ યજમાની કરી ન હતી અને ભારતે લાહોરમાં યોજાયેલા મુકાબલાને ૪.૦ થી જીત હાંસલ કરી હતી ત્યારે ભારતે ૨૦૦૬માં મુંબઈમાં રમાયેલા પાકિસ્તાનના મેચની પણ યજમાની કરવામાં આવી હતી જેમાં મહેશ ભુપતી, લીયન્ડર પેસ, પ્રકાશ અમૃતરાજ અને રોહન બોપન્નાએ આ મુકાબલામાં ભાગ લીધો હતો. જેમાં ભારત ૩-૨થી વિજય થયું હતું.