ટી -20 વર્લ્ડ કપ 2024 પૂર્ણ થઈ ચૂક્યો છે અને ભારતીય ટીમે સરતાજ પણ બની છે. હવે ટીમ ઈન્ડિયાનો આગામી પડાવ ઝિમ્બાબ્વેનો પ્રવાસ છે જ્યાં ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે 5 મેચની ટી 20 સિરીઝ રમાશે. ઝિમ્બાબ્વે પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત થઈ ચૂકી છે અને ટીમની કેપ્ટનશિપ શુભમન ગિલના હાથમાં છે. ત્યારે આ પાંચ ટી 20 મેચ માટે ભારતીય ટીમ રવાના થઈ ચૂકી છે. ભારતીય સમય અનુસાર તમામ મેચો સાંજે 4.30 વાગ્યાથી શરૂ થશે. જ્યારે આ મેચ ઝિમ્બાબ્વેના સમય અનુસાર બપોરે 1.00 વાગ્યાથી રમાશે. ઝિમ્બાબ્વેએ ભારત સામેની ટી-20 શ્રેણી માટે પણ તેની ટીમની જાહેરાત કરી દીધી છે અને આ ટીમ સિકંદર રઝાની કેપ્ટન્સી હેઠળ ભારત સામે મેદાન પર ઉતરશે.
- બંને ટીમોની યાદી
ભારત : શુભમન ગિલ (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, રુતુરાજ ગાયકવાડ, અભિષેક શર્મા, રિંકુ સિંહ, સંજુ સેમસન (વિકેટ કીપર), ધ્રુવ જુરેલ (વિકેટ કીપર), શિવમ દુબે, રિયાન પરાગ, વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઈ, અવેશ ખાન, ખલીલ અહમદ, મુકેશ કુમાર, તુષાર દેશપાંડે.
ઝિમ્બાબ્વે : સિકંદર રઝા (કેપ્ટન), ફરાઝ અકરમ, બ્રાયન બેનેટ, જોનાથન કેમ્પબેલ, તેંબાઈ ચતારા, લ્યુક જોંગવે, ઇનોસેંટ કૈયા, ક્લાઇવ મદંડે, વેસ્લી મધેવેરે, તદીવાનાશે મારુમાની, વેલિંગ્ટન મસાકાદઝા, બ્રેન્ડન માવુતા, બ્લેસિંગ મુઝરબાની, ડાયોન માયર્સ, એન્ટમ નકવી, રિચાર્ડ નગારવા, મિલ્ટન શુમ્બા.
- ભારત વિ. ઝિમ્બાબ્વે ટી 20 શ્રેણીનો કાર્યક્રમ
- પ્રથમ ટી-20 – શનિવાર, 6 જુલાઈ, સાંજે 4.30
- બીજી ટી-20 – રવિવાર, 7 જુલાઈ, સાંજે 4.30
- ત્રીજી ટી-20 – બુધવાર, 10 જુલાઈ, સાંજે 4.30
- ચોથી ટી-20 – શનિવાર, 13 જુલાઈ, સાંજે 4.30
- પાંચમી ટી-20 – રવિવાર, 14 જુલાઈ, સાંજે 4.30
ઝિમ્બાબ્વે પ્રવાસ માટે ત્રણ ભારતીય ખેલાડીઓ ને 2 મેચ માટે રિપ્લેસ કરાયા
ઝિમ્બાબ્વે પ્રવાસ માટે બોર્ડે ખેલાડીઓની જાહેરાત કરી છે. જેમાં સંજુ સેમસન શિવમ દુબે તથા જયસ્વાલ ને સ્થાન આપવામાં આવ્યું છે પરંતુ આ ત્રણેય ખેલાડીઓ ટી20 વિશ્વ કપ વિજેતા ટીમ સાથે ભારત આવશે અને ત્યારબાદ તેઓ ફરી ઝિમ્બાબ્વે પ્રવાસ માટે રવાના થશે જેના માટે હાલ રિપ્લેસમેન્ટ ખેલાડી તરીકે 3 ખેલાડીઓને પસંદ કર્યા. બીસીસીઆઇ ઝિમ્બાબ્વે સામેની પ્રથમ બે ટી20 મેચ માટે સંજુ સેમસન, શિવમ દુબે અને યશસ્વી જયસ્વાલની જગ્યાએ સાઈ સુદર્શન, જીતેશ શર્મા અને હર્ષિત રાણાને ટીમમાં સામેલ કર્યા છે. આ પહેલા સંજુ, શિવમ અને જયસ્વાલ 6 જુલાઈથી ઝિમ્બાબ્વે સામે શરૂ થનારી પાંચ મેચની ટી20 સીરિઝ માટે ટીમમાં સામેલ થવાના હતા, પરંતુ ત્રણેય ખેલાડીઓ પહેલા વર્લ્ડ કપ વિજેતા ટીમ સાથે ભારત આવશે અને પછી હરારે જશે.