આઈપીએલ સ્ટાર રીંકુસિંહની બાદબાકી, જયસ્વાલ અને તિલક વર્માને મળી તક

અજીત અગરકરને બીસીસીઆઈએ ચીફ સિલેક્ટર બનાવાયા છે. અજીત અગરકરની આગેવાની હેઠળની પસંદગી સમિતિ દ્વારા પસંદ કરવામાં આવેલી આ પ્રથમ ટીમ છે.  ઉલ્લેખનીય છે કે, ટેસ્ટ મેચ સિવાય ભારતીય ટીમ વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ પર વનડે અને ટી20 શ્રેણી રમશે. ભારત-વેસ્ટ ઈન્ડિઝ ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ 12 જુલાઈથી ડોમિનિકામાં રમાશે. ટેસ્ટ શ્રેણી બાદ બંને ટીમો વનડે અને ટી20 શ્રેણીમાં આમને-સામને હશે.

વેસ્ટ ઈન્ડિઝ સામેની ટી20 શ્રેણી માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. હાર્દિક પંડ્યાને ટીમનો સુકાની બનાવ્યો છે. જ્યારે સૂર્યકુમાર યાદવ વેસ્ટ ઈન્ડિઝ શ્રેણીમાં ટીમના વાઈસ-કેપ્ટનની ભૂમિકામાં હશે. આ ઉપરાંત ટીમમાં કેટલાક નવા અને યુવા ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યું છે. ઇન્ડિયન પ્રીમિયર લીગ ના ચાર ખેલાડી રીન્કુ સિંહની બાદબાકી કરવામાં આવી છે જ્યારે યશસ્વી જઈશવાલ અને તિલક વર્મા

ને તક આપવામાં આવી છે. યુવા ખેલાડી યશસ્વી જયસ્વાલ અને તિલક વર્માને ટીમમાં શામેલ કરવામાં આવ્યા છે. જોકે રિન્કુ સિંહને સ્થાન મળ્યું નથી. આ ઉપરંત રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવા સિનિયર ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો છે. યસસ્વી જયસ્વાલ અને તિલક વર્માને આઈપીએલમાં તેમના પ્રદર્શનના આધારે ટીમમાં શામેલ કરવામાં આવ્યા છે.

વેસ્ટ ઈન્ડિઝ સામેની ટી20 માટે  ટીમ ઈન્ડિયા

હાર્દિક પંડ્યા (કેપ્ટન),સૂર્ય કુમાર યાદવ (વાઇસ કેપ્ટન), ઈશાન કિશન (વિકેટ કીપર), શુભમન ગિલ, યશસ્વી જયસ્વાલ, તિલક વર્મા,  સંજુ સેમસન (વિકેટ કીપર), અક્ષર પટેલ, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, રવિ બિશ્નોઈ, અર્શદીપ સિંહ, ઉમરાન મલિક, અવેશ ખાન અને મુકેશ કુમાર

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.