ન્યુઝીલેન્ડ શ્રેણીની આખરી વન-ડેમાં ભારતનો ૩૫ રને વિજય
ટીમ ઇન્ડીયાના પૂર્વ મહાન ખેલાડી સચિન તેડુંલકરે ભારતને આગામી વન-ડે વિશ્વ કપ માટે પ્રબળ દાવેદાર કહેતા જણાવ્યું છે કે ભારતીય ક્રિકેટ ટીમ અજય વિજેતા છે. તેને વિશ્વની કોઇ પણ ભૂમિ પર રમાડવામાં આવે તે સફળ થઇ ને જ રહેશે. વિરાટ કોહલીની કેપ્ટનશીપમાં ભારતીય ટીમે વિદેશોમાં ત્રણ વન-ડે સીરીઝમાં જીત હાંસલ કરીછે. ભારતે દક્ષિણ આફ્રિકામાં ૫-૧, ઓસ્ટ્રેલીયામાં ૨-૧ અને ન્યુઝીલેન્ડમાં ૪-૧ થી સીરીજ પોતાના નામે કરી દીધી જયારે ઇગ્લેન્ડમાં હાર નો સામનો કરવો પડયો.
વધુમાં તેડુલકરે જણાવ્યું કે મેં ઘણીવાર કહ્યું છે કે દુનિયાના કોઇપણ ભાગ અને કોઇપણ પીચ પર રમવા માટે અમારી ટીમ પુરી રીતે સંતુલીત છે. આઇડીબીઆઇ ફેડરલ લાઇફ ઇન્સ્યોરન્સ કલકતા મેરેથોનના બ્રાન્ડ તરીકે પહોંચેલા તેંડુલકરે કહ્યું કે, જયાં સુધી વિશ્વકપની વાત છે ત્યાં સુધી મારુ માનવું છે કે ટીમ ઇન્ડીયા વિશ્વ કપની પ્રબળ દાવેદાર હશે.
વિશ્વ કપની મેજબાન ઇગ્લેન્ડની ટીમ ને વેસ્ટ ઇન્ડીઝ પ્રવાસ દરમિયાન શરુઆતમાં બે ટેસ્ટમાં ખરાબ પ્રદર્શન કર્યુ પરંતુ તેડુલકરનું માનવું છે કે ધરેલું પરિસ્થિતિમાં વન-ડેમાં ટીમ ઇન્ડીયા પુરી રીતે અલગ હશે.આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર સચિને કહ્યું કે, કોઇપણ ટીમનું પ્રદર્શન શરુઆતમાં લય હાંસલ કરવા પર નિર્ભર રહેશે. મારુ માનવું છે કે ઇગ્લેન્ડ પ્રબળ દાવેદાર હશે જયારે ન્યુઝીલેન્ડની ટીમ છુપી રૂસ્ત હોઇ શકે છે.
મહત્વનું છે કે ન્યુઝીલેન્ડને ઘર આંગણે વન-ડે સીરીઝમાં ભારત દ્વારા હારનો સામનો કરવો પડયો પરંતુ વિશ્વ કપમાં ટીમ શાનદાર પ્રદર્શન કરી શકે છે. તેમણે કહ્યુ: ન્યુઝીલેન્ડે સીરીઝમાં સંઘર્ષ કર્યો પણ તેમની ટીમ સારુ પ્રદર્શન કરી શકે છે.
ભારતે ન્યુઝીલેન્ડ ની શ્રેણીની આખરી વન-ડેમાં ૩પ રનથી હરાવીને પાંચ વન-ડેની શ્રેણી ૪-૧ થી જીતી લીધી હતી. ભારતે ટોચ જીતીને પ્રથમ બેટીંગ કરતા ૪૯.૫ ઓવરોમાં ૨૫૨ રન કરી ઓલઆઉટ થયા હતા. ન્યુઝીલેન્ડ જવાબમાં ૪૪.૧ ઓવરોમાં ૨૧૭ રનમાં ઘ્વસ થઇ ગયું હતું.
ભારત તરફથી અંબાતી રાયડુએ ૧૫૦ બોલમાં ૯૦ રન આઠ ચોગ્ગા અને ચાર છગ્ગાની મદદથી બનાવીને પ્લેયર ઓફ ધ મેચનો ખિતાબ મેળવ્યો હતો. ભારતે પોતાના બોલરોના શાનદાર પ્રદર્શન થી વેસ્ટપેક સ્ટેડીયમ ખાતે રમાઇ રહેલી પમી અને છેલ્લી વન-ડે મેચમાં ન્યુઝીલેન્ડ વિજય થયો હતો.
ઉમર ફકથત એક નંબર છે. અનુભવી ભારતીય વિકેટ કીપર મહેન્દ્રસિંહ ધોનીએ રવિવારે યોગ્ય રીતે બહાર ચાલીને એ સાબિત કર્યુ હતું. જેમ્સ નેશેમ ન્યુઝીલેન્ડ સામેની પાંચમાં અને અંતિમ ઓડીઆઇ દરમ્યાન ધોનીએ નીશેમની ફટકોને ભારતની તરફેણમાં મેચને બંધ કરવા માટે કુશળતા સાથે અને તીવ્ર મનનો ઉપયોગ કરીને સ્ટમ્પસમાંથી બહાર નીકળ્યો હતો.