દર વર્ષે લગભગ ૭ હજાર ભારતીય છાત્રો રશીયા અને ચાઈનામાં એમબીબીએસનો કોર્ષ કરવા જાય છે

વિદેશની યુનિવર્સિટીમાં ડોકટરી અભ્યાસ એમબીબીએસ ભણવા ઈચ્છતા ભારતીય વિદ્યાર્થી અને વિર્દ્યાનિીઓએ નીટની પરીક્ષા આપવી ફરજીયાત બનાવી દેવાય છે. અત્યારે માત્ર દેશમાં જ ખાનગી કે સરકારી મેડિકલ કોલેજમાં પ્રવેશ મેળવવા માંગતા છાત્રોએ નીટ (નેશનલ એલીજીબીલીટી કમ એન્ટ્રેન્સ ટેસ્ટ) આપવાની હતી. પરંતુ હવે અમેરિકા, બ્રિટન, ઓસ્ટ્રેલીયા, કેનેડા, ન્યુઝીલેન્ડ અવા સિંગાપોરની કે અન્ય કોઈ દેશની કોલેજમાં મેડિકલનો કોર્ષ કરવો હશે તો પણ નીટની પરીક્ષા આપવી પડશે.

આરોગ્ય મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓના જણાવ્યાનુસાર નીટના ક્રાઈટ એરીયામાં ઘણા ફેરફાર કરવામાં આવ્યા છે. જેના અંતર્ગત તાજેતરમાં કરવામાં આવેલા પરિવર્તન અનુસાર વિદેશમાં એમબીબીએસ ભણવા જવા માંગતા છાત્રોએ પણ નીટની પરીક્ષા આપવી પડશે. અહીં ઉલ્લેખનીય છે કે, દર વર્ષે લગભગ ૭ હજાર ભારતીય છાત્રો વિદેશમાં એમબીબીએસ ભણવા જાય છે. તેમાં ખાસ કરીને તેઓ રશીયા અને ચાઈનામાં વધુ રસ દાખવે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.