અબતક, નવી દિલ્લી
બીસીસીઆઈએ આઇસીસી ટી-૨૦ વર્લ્ડ કપ માટે ૧૫ સભ્યોની ટીમની જાહેરાત કરી છે. ખેલાડીઓ સાથે એવી જાહેરાત પણ કરવામાં આવી હતી, જેણે ચાહકોની ખુશી માટે કોઈ હદ રહી નહોતી. બીસીસીઆઈએ પૂર્વ વર્લ્ડ ચેમ્પિયન કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને ટીમના સ્ટાફમાં મેન્ટર તરીકે સામેલ કર્યા છે. મહેન્દ્ર સિંહ ધોનીએ ૨૦૦૭માં ભારતનો પ્રથમ ટી-૨૦ વર્લ્ડ કપ જીત્યો હતો.
ટીમ વિરાટને ટી-૨૦ના પાઠ ભણાવશે માહી!!
નિર્ણય અંગે વાત કરતા બીસીસીઆઈના સચિવ જય શાહે કહ્યું કે મેં દુબઈમાં ધોની સાથે વાત કરી હતી. તે નિર્ણય સાથે સંમત થયો હતો. તે ટીમમાં જોડાવા માટે તૈયાર થયો હતો. મેં કેપ્ટન વિરાટ કોહલી, રોહિત શર્મા અને મુખ્ય કોચ રવિ શાસ્ત્રી સાથે વાત કરી અને બધાએ નિર્ણયને ટેકો આપ્યો હતો.
મહેન્દ્ર સિંહ ધોની ભારતની પ્રથમ ટી-૨૦ મેચનો ભાગ હતો. તેણે ૨૦૦૬ માં સાઉથ આફ્રિકા સામે ડેબ્યૂ કર્યું હતું. બીજા જ વર્ષે તેને ટી-૨૦ વર્લ્ડ કપ માટે ટીમના કેપ્ટન તરીકે પસંદ કરવામાં આવ્યો. તેણે દક્ષિણ આફ્રિકામાં રમાયેલા જે વર્લ્ડકપમાં ભારતને વિજય અપાવ્યો હતો. માનવામાં આવી રહ્યું છે કે મર્યાદિત ઓવરોની ક્રિકેટના માટે રણનીતિ તૈયાર કરવામાં તેના અનુભવને જોતા તેને આ ભૂમિકા માટે પસંદ કરવામાં આવ્યો છે. તે જાણે છે કે આઈસીસીની મહત્વપૂર્ણ ટૂર્નામેન્ટમાં જીત કેવી રીતે મેળવી શકાય છે. જેમાં કોહલી એટલો અનુભવી નથી.
ભારતે ટી-૨૦ વર્લ્ડ કપ માટે ૧૫ સભ્યોની ટીમમાં પાંચ સ્પિનરોનો સમાવેશ કર્યો છે. તેનું નેતૃત્વ અનુભવી રવિચંદ્રન અશ્વિન કરશે જે ચાર વર્ષ પછી ટી-૨૦ ટીમમાં પરત ફરશે. જોકે, છેલ્લા કેટલાક વર્ષોથી મર્યાદિત ઓવરની મેચોમાં મુખ્ય સ્પિનરની ભૂમિકા ભજવનાર યુઝવેન્દ્ર ચહલ અને કુલદીપ યાદવને ટીમમાં સ્થાન મળ્યું નથી. પરંતુ ૩૪ વર્ષીય અશ્વિને ૯ જુલાઈ ૨૦૧૭ ના રોજ પોતાની છેલ્લી આંતરરાષ્ટ્રીય મર્યાદિત ઓવરોની મેચ રમી હતી.
જે ટી-૨૦ આંતરરાષ્ટ્રીય મેચ તે કિંગ્સ્ટનમાં વેસ્ટ ઇન્ડીઝ સામે રમ્યો હતો. જે બાદ તેને ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો. પછી એવું કહેવામાં આવ્યું કે અશ્વિનને આરામ આપવામાં આવ્યો છે. પરંતુ તે કથિત આરામ હવે સમાપ્ત થઈ ગયો છે. યુએઈની પીચ સ્પિનરોને મદદ કરતી રહી છે અને તેથી જ અશ્વિનની પસંદગી કરવામાં આવી છે. તે ભારતીય ટીમમાં એકમાત્ર ઓફ સ્પિનર
અશ્વિન ભલે ભારતીય ટીમની બહાર ચાલી રહ્યો હોય પરંતુ આઈપીએલ માં તેની રમત સારી હતી. જ્યારે તે પંજાબ કિંગ્સનો કેપ્ટન હતો ત્યારે પણ તે સારી રીતે રમ્યો હતો. અત્યારે તે દિલ્હી કેપિટલ્સ સાથે છે અને તેણે અહીં પણ સારું પ્રદર્શન કર્યું છે. અશ્વિને અત્યાર સુધીમાં ૪૬ ટી-૨૦ મેચ રમી છે અને ૫૨ વિકેટ લીધી છે. આ દરમિયાન આઠ રનમાં ચાર વિકેટ તેનું શ્રેષ્ઠ પ્રદર્શન છે. આંતરરાષ્ટ્રીય ટી-૨૦ મેચમાં તેની ઇકોનોમી ૬.૯૭ અને સ્ટ્રાઇક રેટ ૧૯.૭૦ છે.
પસંદગી સમિતિના અધ્યક્ષ ચેતન શર્માએ ટીમ વિશે કહ્યું, અશ્વિન અમારા માટે મહત્વનો ખેલાડી છે. તેણે આઈપીએલમાં સારું પ્રદર્શન કર્યું છે અને અમને અનુભવી ખેલાડીઓની જરૂર છે. વોશિંગ્ટન સુંદર ઈજાગ્રસ્ત હોવાથી અમને ઓફ સ્પિનરની જરૂર છે. અશ્વિન ટીમમાં એકમાત્ર ઓફ સ્પિનર વરુણ એક મિસ્ટ્રી સ્પિનર જે બેટ્સમેનોને આશ્ચર્યચકિત કરી શકે છે.
ભારતીય ટી-૨૦ સ્ક્વોડ
વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા, કેએલ રાહુલ, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત (વિકેટકીપર), ઈશાન કિશન, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, જસપ્રિત બુમરાહ, ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ શામી, આર અશ્વિન, રાહુલ ચહર, અક્ષર પટેલ, વરુણ ચક્રવર્તી.સ્ટેન્ડ બાય ખલાડી: શ્રેયસ ઐયર, શાર્દુલ ઠાકુર, દીપક ચાહર.