દિલ્હીના બેટ્સમેન યશ ધુલ ટીમનું સુકાની પદ સંભાળશે. ૧૪ જાન્યુઆરીથી વેસ્ટ ઈન્ડિઝ ખાતે વિશ્વ કપ ચાલુ થશે
જાન્યુઆરી 14 થી શરૂ થનારા આઇસીસી અંડર 19 વિશ્વ કપ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે જેમાં દિલ્હીના યસ ધુલને ભારતીય ટીમનો સુકાની જાહેર કરવામાં આવ્યો છે. જ્યારે ઉપસુકાની તરીકે એસ.કે રસીદને જવાબદારી સોંપવામાં આવી છે. વેસ્ટ ઈન્ડિઝ ખાતે યોજાનાર આ વિશ્વકપ 5 ફેબ્રુઆરી સુધી રમાશે. આ ભારતીય ટીમ સાથે સાઉથ આફ્રિકા ,આયર્લેન્ડ અને યુગાન્ડાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આગામી ૨૩ ડિસેમ્બર થી ખાતે એશિયા કપ નું પણ આયોજન થઈ રહ્યું છે જેમાં યસ ધુલ ટીમનું સુકાની પદ સંભાળશે.
અંડર-૧૯ ક્રિકેટ વર્લ્ડ કપમાં ભારતીય ટીમનો દગો ખૂબ વધુ જોવા મળ્યો છે અને ભારતીય ટીમ અન્ય ફિલ્મોની સરખામણીમાં સૌથી સફળ ટીમ તરીકે પણ ઉભરી આવી છે. આ તકે ભારતે વર્ષ 2000,2008, 2012 અને 2018માં વિશ્વ ચેમ્પિયન બન્યું છે. જ્યારે વર્ષ 2016 અને 2020માં રનર્સઅપ રહ્યું હતું. ભરતીય ટીમની જે જાહેરાત થઈ છે તેમાં યશ ધુલ (કેપ્ટન), હરનુર સિંઘ, અંગકૃશ રઘુવંશી, નિશાંત સિંધુ, સિદ્ધાર્થ યાદવ, અનીશ્વર ગૌતમ, દિનેશ બાના (વિ.કી.), આરાધ્ય યાદવ (વિ.કી.), રાજ અંગદ બાવા, માનવ પરખ, કુશલ ટામ્બે, આર.એસ. હંગારેકર, વાસુ વત્સ, વિકી ઓસત્વાલ, રવિકુમાર અને ગર્વ સંઘવી.