ભારતીય સ્પેશ એજન્સી દ્વારા હાથ ધરાતા અંતરિક્ષ પ્રોગ્રામમાં કંપનીઓને ભાગ લેવા આમંત્રીત કરાશે
ભારત તેની આગવી છાપ સમગ્ર વિશ્વ ઉપર પ્રસ્થાપિત કરી રહ્યું છે. દરેક ક્ષેત્રમાં ભારત તેની ક્ષમતા પૂરવાર કરી રહ્યું છે. આ તકે હવે ભારત અંતરીક્ષ ક્ષેત્રમાં પણ પોતાનો પગદંડો જમાવવા પ્રયત્ન કરી રહ્યું છે. અને તેમાં તેને સહકાર પણ ખૂબ સારી રીતે મળી રહ્યો છે. અંતરીક્ષ ક્ષેત્રે ભારત અનેક વિધ રીતે નવા પ્રોજેકટો સર કરી રહ્યા છે. ત્યારે અવકાશની ખેતી કરવાનો પર્યાપ્ત સમય ભારતને સાપડયો છે. વડાપ્રધાન મોદીનું ૫ ટ્રીલીયન ડોલર ઈકોનોમી અને ૮ ટકા જીડીપી ગ્રોથનુંજે સ્વપ્ન છે. તેને પૂરો કરવા અનેક વિધ રીતે કાર્યો કરવામાં આવી રહ્યા છે. અંતરીક્ષ વણ ખેળાયેલું મેદાન છે. તેને ખેળવા સરકારે ખાનગી કંપનીઓ ને ભારતીય સ્પેશમાં મબલખ રૂપીયા કમાવવા માટે આહવાન કર્યું છે. સરકારનાં જણાવ્યા મુજબ વિશ્વની સરખામણીમાં ભારતીય સ્પેશ એજન્સી નવા આયામો સર કરી રહ્યું છે. સેટેલાઈટ મારફતે અનેક વિધ વિકાસ લક્ષી પ્રોગ્રામો થકી નવા અભ્યાસો પણ કરવામાં આવી રહ્યા છે. જોવાની વાત એ છે કે હજુ પણ અવકાશી ખેતી જે રીતે થવી જોઈએ તે થઈ શકી નથી. જો યોગ્ય રીતે તેનો લાભ ખાનગી કંપનીઓ લ્યે તો તેનો ફાયદો ભારતદેશને મળવા પાત્ર રહેશે અને દેશનાં અર્થતંત્રમાં પણ વૃધ્ધિ થશે. સ્પેશ ઈકોનોમી સર કરવા અન્ય દેશોની સરખામણીમાં ભારત સૌથી વધુ વિકસીત દેશ હોવાનું સામે આવ્યું છે. સ્પેશ એટલે અંતરીક્ષ ક્ષેત્રે એક આગવું સ્થાન પ્રાપ્ત કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા નવા રોડમેપ પણ સ્થાપિત કરવામાં આવે,
જેનો લાભ ખાનગી કંપનીઓએ લેવો જરૂરી છે. સરકારનું માનવું છે કે, જે નવા પ્રોજેકટ ભારતીય સ્પેશ એજન્સી દ્વારા હાથ કરવામાં આવે, તો તેમાં ખાનગી કંપનીઓ એ રસ દાખવવો જોઈએ. ખાનગી કંપનીઓનાં આવવાથી રોકાણ, ઈન્ફ્રાસ્ટ્રકચર સહિત અનેક વિધ તબકકે સફળતા પણ પ્રાપ્ત થઈ શકશે અને ખાનગી કંપનીઓની સાથોસાથ દેશનાં અર્થતંત્રને પણ ફાયદો પહોચશે, ત્યારે કેન્દ્ર સરકાર અને ભારતીય સ્પેશ એજન્સીએ ખાનગી કંપનીઓ અને રોકાણકારોને મબલખ રૂપીયા રળવા આહવાન કર્યું છે.