ગબ્બર તુમ એક મારોગે તો હમ સાત મારેંગે પાક. ગોળીબારમાં એક ભારતીય સૈનિક શહીદ થયા પછી ભારતીય સેનાનો વળતો હુમલો
ભારતીય સેનાએ પાકિસ્તાની સેના દ્વારા થયેલા શસ્ત્ર વિરામ ભંગનો જવાબ આપતા સાત પાકિસ્તાની સૈનીકોને ઠાર માર્યા હતા. સુરક્ષાદળોએ બીજી તરફ સોમવારે ઘુસણખોરીનો પ્રયાસ કરી રહેલા જૈસ એ મહમદના છ ત્રાસવાદીઓને પણ ઠાર માર્યા હતા. પાકિસ્તાનની સેનાએ સોમવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, પુરી સેકટરમાં ભારતીય સેનાના ગોળીબારમાં તેના સાત સૈનીકો માર્યા ગયા હતા.
બીજી તરફ ભારતીય સેનાને તાકતા પાકિસ્તાની મીડિયા અહેવાલોમાં જણાવવામાં આવ્યું છે કે, પાકિસ્તાને શનિવારે રાત્રે કુંચ ક્ષેત્રમાં શસ્ત્ર વિરામ ભંગ કરીને ગોળીબાર કરવાનું શ‚ કર્યું હતું. તે ગોળીબાર સોમવારે સવાર સુધી ચાલુ રહ્યો હતો. ઘુસણખોરોને કવર આપવા પાકિસ્તાન સેના તરફથી આ ગોળીબાર થઈ રહ્યો હતો. શનિવારે પાકિસ્તાનના ગોળીબારમાં રાજોરી વિસ્તારમાં એક ભારતીય જવાન શહિદ થયા પછી ભારતીય સેનાએ વળતો જવાબ આપતા પાકિસ્તાનના સાત સૈનિક માર્યા ગયા હતા અને ચારને ગંભીર રીતે ઈજા પહોંચી હતી.
ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાને નવા વર્ષમાં પણ સીમા પારની ઘુસણખોરીને અંકુશમાં લીધી નથી
ઓપરેશન ઓલ આઉટને સફળતા
ભારતીય જવાનોને ત્રાસવાદીઓ વિરુધ્ધ ઓપરેશન ઓલ આઉટમાં મોટી સફળતા મળી છે. આ કોઈ સર્જીકલ સ્ટ્રાઈક ન હતી. પરંતુ દુશ્મનો પર એક પ્રકારનો કાઉન્ટર એટેક હતો. જેને ઓપરેશન ઓલ આઉટ એવું સાંકેતીક નામ આપવામાં આવ્યું હતું.
ઉરી વિસ્તારમાં ઘુસણખોરીનો પ્રયાસ કરી રહેલા ત્રાસવાદી સંગઠન જૈસ એ મહમદના છ ત્રાસવાદીઓને ભારતીય સેના દ્વારા ઠાર મારવામાં આવ્યા હતા. જમ્મુ-કાશ્મીરના પોલીસ મહાનિર્દેશક શેશ પોલ વૈદ્યના જણાવ્યા મુજબ જમ્મુ-કાશ્મીર પોલીસ ભારતીય સેના અને સીઆરપીએફના સંયુકત ઓપરેશન ઓલ આઉટમાં જૈસ એ મહમદના છ આતંકવાદીઓ ગોળીનો શિકાર બન્યા હતા.
ભારતીય સેનાએ આપેલી માહિતી મુજબ અત્યાર સુધીમાં પાંચ ઘુસણખોરોના મૃતદેહ મળી ચુકયા છે. જયારે છઠ્ઠા આતંકવાદીના મૃતદેહની હજુ તલાસ જારી છે. આત્મઘાતી હુમલા માટે આ ઘુસણખોરો ઘુસ્યા હતા તેમ ઈન્ટેલીજન્સ રિપોર્ટ જણાવે છે. અત્યાર સુધી જમ્મુ-કાશ્મીરમાં સૈન્યના ઓપરેશન ઓલ આઉટમાં ૨૨૦થી વધુ ત્રાસવાદી માર્યા ગયા છે. અહીં ખાસ ઉલ્લેખનીય છે કે, હજુ પણ ઓપરેશન ઓલ આઉટ જારી છે.
ઓપરેશન ઓલ આઉટનો મતલબ થાય છે કે, કોઈપણ રીતે સીમા પારથી દેશની સરહદમાં ઘુસવાનો પ્રયાસ કરતા આતંકવાદીને દેખો ત્યાં ઠાર મારવો અને તેમાં ભારતીય સેનાને સફળતા મળી છે. અત્યાર સુધીમાં ભારતીય સેનાએ આતંકવાદીઓને મારવામાં ઓપરેશન ઓલ આઉટ હેઠળ ડબલ સેન્ચ્યુરી મારી દીધી છે. મતલબ કે, ૨૦૦થી વધુ આતંકીઓનો સફાયો કરી દીધો છે. તાજેતરમાં અમેરિકાએ પણ પાકિસ્તાનને અપાતી આર્થિક સહાય બંધ કરવાની જાહેરાત કરી દીધી છે.