રેલમંત્રી પિયુષ ગોયલ દ્વારા રાજયસભા સાંસદ પરિમલ નથવાણીના પત્રના જવાબમાં જણાવાયું
ભારતીય રેલવે કરાર આધારીત કર્મચારીઓ માટે લધુતમ વેતન, વેતન ચુવકણી વગેરે જેવા મજુર અધિકારોના ખાતરીબઘ્ધ અમલને લગતી બાબતો માટે ખાસ ઇ-એપ્લિકેશન વિકસાવી રહી છે. રાજયસભા સાંસદ પરિમલ નથવાણીએ શતાબ્દી રાજધાની દુરન્તો વગેરે જેવી વિવિધ લાંબા અંતરની ટ્રેનોના રેલવે કોચમાં પરિચારકો તરીકે સેવા આપતા કર્મચારીઓની તકલીફો અંગે ચિંતા વ્યકત કરી હતી.
નથવાણીના પત્રના જવાબમાં કેન્દ્રીય રેલવે મંત્રી પિયુષ ગોયલે જણાવ્યું હતું કે ભારતીય રેલવે ઇ-એપ્લીકેશન કોન્ટ્રાકટ લેબર પેમેન્ટ મેનેજમેન્ટ પોર્ટલ ઓન ઇન્ડિયન રેલવે વિકસાવી રહી છે. જેમાં રેલવે ઠેકેદારો સાથે સંકળાયેલા કરાર આધારીત કર્મચારીઓના નામ, સરનામા, આધાર નંબર, બેંક વિગતો વેતન ચુકવણી વગેરે જેવી વિગતો ઠેકેદારો દ્વારા દાખલ કરવામાં આવશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ ઇ-એપ્લિકેશન કોન્ટ્રાકટર સ્ટાફ માટે લધુતમ વેતન, વેતન ચુકવણી વગેરે જેવી મજુર અધિકારીઓની બાબતોની અમલવારીને સુનિશ્ચીત કરશે.
નથવાણીએ તેમના પત્રમાં કોચ પરિચારકો તરીકે સેવા આપતા કર્મચારીઓને ચુકવવામાં આવતા નીચા પગાર અંગે ચિંતા વ્યકત કરી હતી.
તદઉપરાંત ટ્રેનના આગમન અને પ્રસ્થાન વચ્ચેના ટૂંકા ગાળાને લીધે આ કર્મચારીઓને આરામ કરવા માટે પણ પૂરતો સમય મળતો નથી એમ પણ નથવાણીએ જણાવ્યું હતું.
આ બાબતમાં ઘટતું કરવા તેમજ કરારના સંદર્ભમાં મુળભુત ફેરફારો કરી કામ કરવાની પરિસ્થિતિઓ વેતન માળખાં અને કોચ પરિચારકોની સુવિધાઓ સુધારવા માનવતાવાદી અભિગમ અપનાવવા માટે અપીલ કરી હતી.