Abtak Media Google News

એન્જિનિય,ર ટેક્નિશિયન, ક્લાર્ક, સ્ટેશન માસ્ટર,  ટિકિટ કલેક્ટર સહિતની વિવિધ જગ્યાઓ ખાલી

ભારતીય રેલવે આગામી પાંચ મહિનાની અંદર એટલે કે એપ્રિલ 2023થી પહેલા સમગ્ર દેશમાં ખાલી પડેલી 3 લાખથી વધુ જગ્યાને ભરવા જઈ રહી છે. જેમાં 1.52 લાખ નવી ભરતીઓ થશે. અગાઉ રેલવેએ દેશભરના બધા જ ઝોનમાંથી ખાલી જગ્યાઓની માહિતી માંગી હતી. ત્યારે આ બાદ બધા ઝોનના પ્રમોશન અને નિમણૂકની પ્રક્રિયા મિશન મોડમાં કરવા તથા આગામી 5 મહિનામાં પૂર્ણ કરવાની સૂચના આપી છે. ભરતી માટે શારીરિક પરીક્ષણ, દસ્તાવેજોનું વેરિફિકેશન અને તબીબી પરીક્ષણ સહિત બધી પ્રક્રિયા આ સમયગાળામાં પૂર્ણ કરવાની છે.

રેલવેમાં કાર્યરત 1 લાખ 48 હજાર અધિકારીઓ-કર્મીઓના પ્રમોશન નક્કી થઈ ગયા છે. રેલવે બોર્ડે માર્ચ-એપ્રિલ 2023 સુધી આ બધી જગ્યા પર પ્રમોશનની પ્રક્રિયા પૂર્ણ કરશે. ટીટીઈની 7784 જગ્યા ખાલી પડેલી છે. આ જાણકારી લોકસભામાં રેલ્વે મંત્રીએ આપી હતી. 16 ઝોનલ રેલવેમાં ટીટીઈની ખાલી જગ્યાઓની જાણકારી માગવામાં આવી હતી, જેમાં સૌથી વધુ 1106 જગ્યા ઉત્તર રેલવેમાં ખાલી છે. ઉત્તર મધ્યમાં 982, પૂર્વ રેલ્વેમાં 788, દક્ષિણ મધ્ય રેલવેમાં 746 જગ્યા ખાલી છે.

ગ્રુપ સીમાં ખાલી પડેલી લેવલ એકમાં ટ્રેકપર્સન, પોઇન્ટ્સમેન, ઇલેક્ટ્રિકલ વર્ક, સિગ્નલ, ટેલિકોમ આસિસ્ટન્ટ, એન્જિનિયર,  ટેક્નિશિયન, ક્લાર્ક, સ્ટેશન માસ્ટર,  ટિકિટ કલેક્ટર સહિતની વિવિધ જગ્યાઓ ખાલી પડેલી છે. જેની ભરતી આગામી ટૂંક સમયમાં જ થશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.