ભારતીય રેલવે દ્વારા ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ નવ મહિનામાં માલ પરિવહન લોડિંગ 1154.67 મિલિયન ટનને સ્પર્શ્યું છે. ડિસેમ્બર 2023માં કોલસાનું લોડિંગ 69 મિલિયન ટન હતું જ્યારે આયર્ન ઓરનું 16.54 મિલિયન ટન હતું.
સત્તાવાર માહિતી અનુસાર આ અગાઉના નાણાકીય વર્ષના તુલનાત્મક મહિનાઓમાં રાષ્ટ્રીય ટ્રાન્સપોર્ટર દ્વારા નોંધાયેલા 1109.38 મિલિયન ટન લોડિંગ કરતાં 4.1% વધુ છે.
ચાલુ નાણાકીય વર્ષમાં રેલવેનું માલ પરિવહન 1154 મિલિયન ટનને આંબી ગયું : ગત વર્ષ કરતા 4.1%નો વધારો
સમીક્ષા હેઠળના નવ મહિના દરમિયાન માલ પરિવહનની કમાણી પણ વધીને રૂ. 1.25 લાખ કરોડ થઈ હતી. આ નાણાકીય વર્ષ 2022-23ના તુલનાત્મક મહિનાઓમાં થયેલા 1.20 લાખ કરોડ રૂપિયા કરતાં 3.84% વધુ છે.
ભારતીય રેલ્વેએ પણ 138.99 મિલિયન ટન ફ્રેટ લોડિંગની જાણ કરી હતી જેના થકી ડિસેમ્બર 2023માં રૂ.15,097.61 કરોડની આવક મેળવી હતી. ડિસેમ્બર 2022 દરમિયાન લોડિંગ 130.66 મિલિયન ટન હતું અને આવક રૂ.14,574.25 કરોડ હતી.ડિસેમ્બર 2023માં કોલસાનું લોડિંગ 69 મિલિયન ટન હતું જ્યારે આયર્ન ઓરનું નૂર 16.54 મિલિયન ટન હતું, તેવું એક સત્તાવાર નિવેદનમાં જણાવાયું હતું.