- રેલવે દ્વારા પ્રતિ કિલોમીટર મુસાફરીનો ખર્ચ રૂ.1.38 છે પરંતુ મુસાફરો પાસેથી ફકત 73 પૈસાની વસુલાત કરાય છે
કેન્દ્રીયરેલ, માહિતી અને પ્રસારણ, ઈલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રી અશ્વિનીવૈષ્ણવે સોમવારે રાજ્ય સભામાં રેલ મંત્રાલયના કાર્ય પ્રણાલી પર ચર્ચા દરમિયાન ભારતીય રેલવેની સિદ્ધિઓ અને ભવિષ્યની યોજનાઓ પર પ્રકાશ પાડ્યો. તેમણે કહ્યું કે ભારતીય રેલ મુસાફરોન ેસસ્તા ભાડા પર સલામત અને ગુણવત્તા યુક્ત સેવાઓ પૂરી પાડીને વૈશ્વિક સ્તરે અગ્રણી સ્થાન પ્રાપ્ત કરી રહી છે. આપણા દેશમાં રેલ ભાડું પડોશી દેશો પાકિસ્તાન, બાંગ્લાદેશ અને શ્રીલંકાના રેલ ભાડા કરતા ઓછું છે, જ્યારે પશ્ચિમી દેશોમા ંરેલ ભાડું ભારત કરતા 10-20 ગણું વધારે છે.
રેલ મુસાફરોન ેઆપવામાં આવતી સબસિડી અંગે રેલ મંત્રીએ કહ્યું કે હાલમાં ટ્રેન દ્વારા પ્રતિ કિલોમીટર મુસાફરીનો ખર્ચ રૂ. 1.38 છે, પરંતુ મુસાફરો પાસેથી માત્ર 73 પૈસા વસૂલવામાં આવે છે, એટલે કે 47% સબસિડી આપવામાં આવે છે. નાણાંકીય વર્ષ 2022-23માં મુસાફરોને રૂ. 57,000 કરોડની સબસિડી આપવામાં આવી હતી, જે 2023-24માં વધીને લગભગ રૂ. 60,000 કરોડ થઈ હતી (પ્રોવિઝનલ ફિગર). અમારો ઉદ્દેશ્ય ઓછામાં ઓછા ભાડામાં સલામત અને સારી સેવાઓ પૂરી પાડવાનો છે.
રેલ વિદ્યુતીકરણના ફાયદાઓ પર પ્રકાશ પાડતા મંત્રીએ કહ્યું કે મુસાફરો અને કાર્ગોની સંખ્યામાં વધારો થવા છતાં ઊર્જા ખર્ચ સ્થિર રહે છે. ભારતીય રેલ 2025 સુધીમાં’ ‘કોપ 1 નેટ ઝીરો’ અને 2030 સુધીમાં ’સ્કોપ2 નેટ ઝીરો’ હાંસલ કરશે. રેલમંત્રીએ કહ્યું કે બિહારના માધૌરા ફેક્ટરીમાં ઉત્પાદિત લોકોમોટિવ્સની નિકાસ ટૂંક સમયમાં શરૂ થશે. ભારતીય રેલના પેસેન્જર કોચ મોઝામ્બિક, બાંગ્લાદેશ અને શ્રીલંકામા ંનિકાસ કરવામાં આવી રહ્યા છે, તેમજ લોકોમોટિવ
મોઝામ્બિક, સેનેગલ, શ્રીલંકા, મ્યાનમાર અને બાંગ્લાદેશમાં નિકાસ કરવામાં આવી રહ્યા છે. બોગી અંડર – ફ્રેમ્સ યુનાઇટેડ કિંગડમ, સાઉદી અરેબિયા, ફ્રાન્સ અને ઓસ્ટ્રેલિયામાં નિકાસ કરવામાં આવે છે અને પ્રોપલ્શન ભાગો ફ્રાન્સ, મેક્સિકો, જર્મની, સ્પેન, રોમાનિયા અને ઇટાલીમા ંનિકાસ કરવામાં આવે છે.
આ વર્ષે ભારતે 1,400 લોકોમોટિવનું ઉત્પાદન કર્યું, જે અમેરિકા અને યુરોપના સંયુક્ત ઉત્પાદન કરતા પણ વધુ છે. ઉપરાંત, કાફલામાં 2 લાખ નવા વેગન ઉમેરવામાં આવ્યા છે. રેલ મંત્રીએ કહ્યું કે 31 માર્ચે પૂરા થતા નાણાકીય વર્ષમાં, ભારતીય રેલ્વે 1.6 અબજ ટન કાર્ગો વહન કરીને વિશ્ર્વના ટોચના 3 દેશોમા ંસામેલ થશે, જેમાં ચીન, અમેરિકા અને ભારતનો સમાવેશ થશે. આ રેલવેની વધતી જતી સંભાવના અને લોજિસ્ટિક્સ ક્ષેત્રમાં તેની મહત્વપૂર્ણ ભૂમિકાને પ્રતિબિંબિત કરે છે.
રેલ મંત્રીએ કહ્યું કે અમારી પ્રતિબદ્ધતા ગરીબમાં ગરીબ વ્યક્તિ માટે છે. આજ કારણ છે કે એસી કોચ કરતાં જનરલ કોચની સંખ્યા અઢી ગણી વધારવામા ંઆવી રહી છે. વર્તમાન ઉત્પાદન યોજના મુજબ, 17 હજાર નોન-એસી કોચ બનાવવાનો કાર્યક્રમ છે. આ સાથે તેમણે કહ્યું કે ભારતીય રેલની નાણાકીય સ્થિતિ સારી છે અને તેને સુધારવા માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. કોવિડ મહામારી સાથે સંકળાયેલા પડકારોને રેલ્વેએ સફળતા પૂર્વક પાર કર્યા છે. મુસાફરોની સંખ્યા વધી રહી છે અને માલ વાહક ટ્રાફિકમાં વધારો જોવા મળી રહ્યો છે. હવે રેલવેની આવક લગભગ 2 લાખ 78હજાર કરોડ રૂપિયા છે અને ખર્ચ 2 લાખ 75 હજાર કરોડ રૂપિયા છે. ભારતીય રેલવે પોતાની આવકમાંથી તમામ મુખ્ય ખર્ચ ઉઠાવી રહી છે, જ ેરેલ્વેના સારા પ્રદર્શનને કારણે શક્ય બન્યું છે.
રાજ્યસભામાં પોતાના નિવેદનમાં, રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે ખાતરી આપી હતી કે ભવિષ્યમાં રેલ્વે વધુ આધુનિક, સલામત અને પર્યાવરણને અનુકૂળ પરિવહન પ્રણાલી તરીકે ઉભરી આવશે.