પશ્ચીમ રેલવેનાં રાજકોટ મંડલ પર ૧૭ સપ્ટેમ્બર ૨૦૧૮થી બધા સ્ટેશનો પર યુટીએસ ઓન મોબાઈલ એપની શ‚આત કરવામાં આવી છે. રાજકોટ મંડલના રેલ પ્રબંધક પી.બી.નિનાવેના જણાવ્યાનુસાર આ એપની મદદથી મુસાફરો ભારતીય રેલવેના એક સ્ટેશનથી બીજા સ્ટેશન માટે મોબાઈલ દ્વારા ટીકીટ બુક કરી શકશે.

ભારતીય રેલવેના બધા યાત્રીઓ સુધી આ સુવિધાનોલાભ પહોચાડવા ભારતીય રેલવેએ આ સુવિધાનો વિસ્તાર કરવા ૧ નવેમ્બરથી ભારતીય રેલવેના બધા ઝોન પર યુટીએસ ઓન મોબાઈલ એપ લાગુ કરી દીધી છે. હેલ્પલાઈન નંબર ૧૩૮ પર આ અંગે યાત્રીઓ વધુ જાણકારી મેળવી શકશે. મોબાઈલ ટીકીટને પ્રોત્સાહીત કરવા રેલવે દ્વારા પ્રત્યેક આર.વોલેટ રિચાર્જ પર ૫ ટકા બોનસ આપવાની જાહેરાત કરી હતી જે ૨૪ ફેબ્રુ. ૨૦૧૯ સુધી રહેશે.

ભારતીય રેલવે દ્વારા સન્માનીય યાત્રીઓને યુટીએસ મોબાઈલ ટીકીટ એપનો ઉપયોગ કરવા અનુરોધ કરાયો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.