રેલ્વે જલ્દી એક મોબાઇલ એપ્લિકેશન લોન્ચ કરવા જઈ રહ્યું છે. જેની મદદથી એર ટિકિટ પણ બૂક થઈ શકશે. આ એપ્લિકેશન યાત્રિકોની અલગ અલગ જરૂરિયાતો પૂરી પાડશે. જેમાં કુલી, રિટાયરિંગ રૂમ, જમવાના ઓર્ડરની સાથે સાથે ટિકિટ પણ બૂક કરવી શકશો.
આ એપ્લિકેશન પર 7 કરોડ રૂપિયાનો ફાયદો થવાનું અનુમાન છે. આ એપ્લિકેશન સેંટર ફોર રેલ્વે ઇન્ફોર્મેશન સિસ્ટમ દ્વારા બનાવાયો છે. આ નવી એપ્લિકેશન માં એક સાથે બધી સુવિધાઓ મળી રહેશે. આમ તો રેલ્વેની ઘણી એપ્લિકેશન છે પરંતુ દરેક એપ્લિકેશન એક એક સર્વિસ પ્રોવાઇડ કરે છે. આ ટેક્નોલોજી ના યુગમાં હવે રેલ્વે પણ આધુનિકીકરણ પર આગળ વધી રહ્યું છે અને એક એવી એપ્લિકેશન બનાવી રહ્યું છે જેમાં દરેક માહિતી એક જગ્યા પર થી મળી રહે.