ભારત આપણો દેશ છે અને ભારતના દરેક ખુણામાં ભારતીયોને આઝાદીથી છૂટથી ફરવાનો હક છે.તેવું આપણે બધા ભારતીયો માનીએ છીએ….
પરંતુ તમને જાણીને આશ્ર્ચર્ય થશે કે એવા કેટલાંક પર્યટન સ્થળો છે. જ્યા ભારતીયોની પ્રવેશ બંધી છે.અને ફોરેનર્સને જ આવવાની છૂટ આપવામાં આવી છે જેમાં બેંગ્લોરની એક હોટેલ ઉને ઇનમાં જ્યાં માત્ર જાપાનીઝ લોકોને જ જમવા આવવાની છૂટ હતી અને ભારતીયોને ત્યાં જમવા આપવા પર પ્રતિબંધ હતો આ હોટેલ ૨૦૧૨માં બનાવવામાં આવી હતી અને ૨૦૧૪ પછીથી માત્ર જાપાનીઝને જ એન્ટ્રી હતી. પરંતુ બાદમાં નીગમ દ્વારાએ હોટેલ બંધ કરાવવામાં આવી હતી.
હિમાચલ પ્રદેશનું કસોલ કાફે એક સમયે ચર્ચાનો વિષય બન્યુ હતું. જ્યાં કાફેના માલિક દ્વારા એક ભારતીય મહિલાને પ્રવેશતા રોકી હતી. અને માત્ર ઇઝરાયેલીઓને જ પ્રવેશ આપવામાં આવ્યો હતો.
ગોવાની વાત કરીએ તો ભારતીયો અને વિદેશીઓ બંને પર્યટકોને આકર્ષવામાં સફળ રહ્યું છે. ત્યારે ત્યાંના એવા કેટલાંક બીચ છે. જ્યાં ફક્ત ફોરેનર્સ જ જઇ શકે છે. ભારતીયોને એલાઉડ નથી એટલે જો હવે ગોવા જવાનું થાય તો પહેલાંએ જરુરથી ચકાશજો કે ત્યાં હિન્દુસ્તાનીઓને પ્રવેશ છે કે નહિં.
ગોવા બાદ પોન્ડીચેરીનાં પણ એવા કેટલાંક બીચ છે જ્યાં ઇન્ડિયન્સ આર નોટ એલાઉડ જેવી સ્થિતિ છે. આમ જોઇએ તો આ બીચની ચારે બાજુ ભારતીય અને ફ્રેંચ આર્કિટેક્ચરનાં સારા નમૂના છે જે જોવા લાયક છે. પરંતુ ત્યાં ભારતીયોને પ્રવેશબંધી છે.
ત્યારબાદ ચેન્નઇમાં એવા કેટલાંક લોજ છે. જ્યાં વિદેશીઓને જ પ્રવેશની છૂટ છે. ચેન્નઇનાં એક પૂર્વ નવાબનું ઘર જે હોટલ છે. તેમાં માત્ર વિદેશી પાસપોર્ટ ધરાવતા નાગરિકોને પ્રવેશવાની છૂટ છે.