દુબઇમાં ઘર ખરીદનારોમાં અમદાવાદ અને સુરતના લોકો મોખરે !!!

 

દુબઈ ભારતીયો માટે મૂડી રોકાણ કરવા માટેનું ફેવરિટ સ્થળ બની ગયું છે  ગત દોઢ વર્ષમાં અહીંયાં  ભારતીયોએ આશરે 35 હજાર કરોડ રૂપિયાની સંપત્તિ ખરીદી છે.  દુબઇના જમીન મિલ્કત વિભાગ તરફથી જાહેર કરવામાં આવેલા એક અહેવાલ મુજબ દુબઇમાં રોકાણ કરનારા વિદેશીઓમાં ભારતીયો સૌથી મોખરે છે એમાં પણ અમદાવાદ, સુરત બાદ દિલ્હી, પંજાબ અને હૈદરાબાદના લોકો આવે છે.  અહેવાલ મુજબ 2021માં જે રોકાણ દુબઈમાં થયું હતું તેનાથી 2022માં વધારો નોંધાયો છે. જે ગત વર્ષ  કરતાં  12 હજાર કરોડ રૂપિયાનો રોકાણમાં વધારો થયો છે. દર વર્ષે ભારતીયો દુબઇમાં મિલકત ખરીદવા માટે  30 હજાર કરોડનું રોકાણ કરે છે. જ્રે દુબઇમાં કુલ વેચાણ એક લાખ કરોડ રૂપિયાની આસપાસ છે.

33 ટકા ભારતીયોએ પોતાનું રોકાણ એપાર્ટમેન્ટમાં કર્યું છે તો વિલામાં 17 ટકાએ રોકાણ કર્યું છે જ્યારે કર્મશિયલ પ્રોપર્ટીમાં રોકાણ કરનારા લોકો 9 ટકા છે અને જમીનમાં 6 ટકા લોકોએ રોકાણ કર્યું છે. તો બાકીના 35 ટકા લોકોએ અન્ય જગ્યાઓએ રોકાણ કર્યું છે  જે ભારતીયોએ અહીં રોકાણ કર્યું છે તેમાના મોટા ભાગના  મુંબઈ, પૂણે, અમદાવાદ અને નવી મુંબઇના રહેવાસી છે.88 ટકા લોકોએ 3.24 થી 6.5 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે તો 8 ટકા લકોએ 65 લાખ રૂપિયાથી માંડીને 3.24 કરોડની સંપત્તિ ખરીદી છે.દુબઈમાં સરેરાશ ભારતીય લોકો જે ઘર ખરીદી રહ્યા છે તેની કિંમત 3.5 કરોડથી લઈ 3.8 કરોડ સુધીનું છે એટલું જ નહીં ભાડે રહેનાર ભારતીઓ પણ ત્રણ લાખ રૂપિયાથી લઈ સાડા ત્રણ લાખ રૂપિયાનું ભાડું ચૂકવી રહ્યા છે. દુબઈ રિયલ એસ્ટેટનું માનવું છે કે દુબઈ જે મિલકતોનું વેચાણ કરે છે તેમાં 15 થી 20 ટકા મિલકત ભારતીય લોકો દ્વારા ખરીદવામાં આવે છે. આ વાતને ધ્યાને લઈ દુબઈ એ ગોલ્ડન વિઝા પ્રોગ્રામની અવધી 2022માં વધારી દીધી હતી. રીયલ એસ્ટેટમાં જે રીતે વધારો નોંધાયો છે તેનાથી ભારતીય રૂપિયો અન્ય દેશમાં જઈ રહ્યો છે જે વાત અંગેની ગંમભીરતા પણ ભારત સરકાર દ્વારા લેવામાં આવી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.